Surat: 31 ડિસેમ્બરને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામુ, નિયમ તોડશે તેની ખેર નહીં
રાજ્ય સરકાર દ્વારા વધતા કોરોનાના કેસોને લઇને રાત્રે 11 વાગ્યાથી કરફ્યૂ અમલ કરવામાં આવ્યો છે. જો કે 31 ડિસેમ્બરે લોકો ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવસે લોકો ભેગા ન થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને પરિસ્થિતિ પર વોચ રાખવામાં આવશે.
સુરત (Surat)માં દર વર્ષે 31 ડિસેમ્બર (31 December)ની ભવ્ય ઉજવણી થાય છે. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે 31 ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસ (Corona case)ને લઈને સુરતમાં રાત્રિ કરફ્યૂ (Night curfew) અમલમાં છે અને કલમ 144 પણ લાગેલી છે. ત્યારે હવે લોકો 31 ડિસેમ્બરની ઉજવણી માટે એકઠા ન થાય તે માટે સુરત પોલીસે એક જાહેરનામું પણ બહાર પાડયુ છે
જાહેરનામામાં શું ઉલ્લેખ ?
સુરતમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને લોકોને તકેદારી રાખવા સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા અપીલ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે લોકોને ગાઇડલાઇનનું કડક પાલન કરવા સૂચના આપી છે. સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોને મોટી સંખ્યામાં એકઠા ન થવા સૂચના આપવામાં આવી છે. તેમજ 11 વાગ્યા પછી રાત્રિ કરફ્યૂ અમલમાં હોવાથી લોકોને બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમ છતા જો કોઇ જાહેરનામાંનો ભંગ કરશે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
પોલીસ સતત પેટ્રોલિંગ – વોચ રાખશે
રાજ્ય સરકાર દ્વારા વધતા કોરોનાના કેસોને લઇને રાત્રે 11 વાગ્યાથી કરફ્યૂ અમલ કરવામાં આવ્યો છે. જો કે 31 ડિસેમ્બરે લોકો ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવસે લોકો ભેગા ન થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને પરિસ્થિતિ પર વોચ રાખવામાં આવશે. જો કોઇ પાર્ટી કરતા ઝડપાશે તો તો પોલીસ દ્વારા તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં થર્ટી ફર્સ્ટને લઇને પરમિશન આપવામાં આવી નથી. જુના ડેટાની માહિતી પરથી ક્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ તે સહિતની જાણકારી મેળવીને સતત વોચ રાખવામાં આવશે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
31 ડિસેમ્બરને લઈને સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત કામગીરી કરશે.
આ પણ વાંચોઃ Surat : કોરોનાથી બચવા હવે હેલ્થ વર્કરોને પ્રિકોશનનો ત્રીજો ડોઝ પણ અપાશે, 10 જાન્યુઆરીથી પ્રારંભ
આ પણ વાંચોઃ Anand: સુણાવની શાળામાં 4 શિક્ષિકા કોરોના પોઝિટિવ, 15 દિવસ માટે શાળા કરાઇ બંધ, વાલીઓની ચિંતામાં વધારો