Kutch : એનસીબીની મુન્દ્રા પોર્ટ પર મોટી કાર્યવાહી, વિદેશી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
એનસીબીએ અમેરિકન ગાંજા તરીકે ઓળખાતા મેરિજુઆનાના 90 પેકેટ જપ્ત કર્યા છે. તેમજ મોટી પાર્ટીઓમાં મેરિજુઆના ડ્રગ્સ લેવાતું હોવાનું માલુમ પડ્યું છે.
ગુજરાતના કચ્છમાં આવેલા મુન્દ્રા પોર્ટ(Mundra Port) પર પર એનસીબીએ(NCB) મોટી કાર્યવાહી કરી છે. જેમાં એનસીબીએ બાતમીના આધારે વિદેશી ડ્રગ્સનો(Drugs) જથ્થો ઝડપ્યો છે. તેમજ મળતી માહિતી મુજબ સ્ક્રેપ કારના કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવીને લવાયું હતું. જેમાં એનસીબીએ અમેરિકન ગાંજા તરીકે ઓળખાતા મેરિજુઆનાના 90 પેકેટ જપ્ત કર્યા છે. તેમજ મોટી પાર્ટીઓમાં મેરિજુઆના ડ્રગ્સ લેવાતું હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે દિલ્હી એનસીબી દ્વારા ગુજરાતમાં પ્રથમવાર કામગીરી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે,ગુજરાત રાજ્ય ડ્રગ્સ માફિયાઓના સોફ્ટ ટાર્ગેટમાં હોવાના NCB ના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. 2021માં ડ્રગ્સના કેસ વધ્યા છે. સાઉથ બાદ હવે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા સક્રિય થતા સેન્ટ્રલ એજન્સીઓની ચિંતા વધી છે. જોકે ડ્રગ્સથી યુવાપેઢીને બચાવવા એનસીબી અભિયાન શરૂ કર્યું છે.
ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી માટે ડ્રગ્સ માફિયાઓ હવે અલગ અલગ તરકીબો અપનાવી રહ્યા છે. જેથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો છે. જેનું કારણ છે કે ડ્રગ્સ માફિયાઓ હવે ચેન્નઈ અને શ્રીલંકા દરિયાકાંઠેથી ડ્રગ્સની હેરાફેરી બંધ કરી દીધી છે. આમ તો ભારતના સાઉથ દરિયાકાંઠે ડ્રગ્સના કનસાઈન્ટમેન્ટ હેરાફેરી સેન્ટર પોઇન્ટ હતું.
પરંતુ સેન્ટ્રલ એજન્સીઓની કડક કાર્યવાહી બાદ હવે સાઉથ દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરી પ્રવૃત્તિ બંધ કરી ગુજરાત દરિયાકાંઠના સોફ્ટ ટાર્ગેટ બનાવ્યો છે. NCB એ 2021માં ડ્રગ્સને લઈને જાહેર કરેલા આંકડાની સંખ્યાથી સાબિત થાય છે કે ડ્રગ્સ માફિયા માટે ગુજરાત હોટ ફેવરિટ બન્યું છે.
આ પણ વાંચો : ગુજરાતના કરછમાં ફરી ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી નજીક
આ પણ વાંચો : ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું સંકટ, હવામાન વિભાગની આગાહી