સુરત: ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ના ફોર્મ લેવા માટે 1 કિ.મી લાંબી લાઈન લાગી
કોરોનાની મહામારી વચ્ચે લોકોને સહાયરૂપ થવા સરકારે સહાયની જાહેરાત કરી છે. ત્યારે સુરતના વરાછામાં હાલ સહાયના ફોર્મ લેવા માટે લોકોની લાઈનો લાગી છે. આત્મનિર્ભર ભારતના લોનના ફોર્મ લેવા વહેલી સવારથી લોકો બેંક બહાર કતારોમાં ઉભા છે. ધોબી, પ્લમ્બર તેમજ નાની કરિયાણાની દુકાનો અને રીક્ષા ચાલકો સહિતના લોકો સહાયના ફોર્મ લેવા પહોંચ્યા છે તો કેટલાક લોકોને […]
કોરોનાની મહામારી વચ્ચે લોકોને સહાયરૂપ થવા સરકારે સહાયની જાહેરાત કરી છે. ત્યારે સુરતના વરાછામાં હાલ સહાયના ફોર્મ લેવા માટે લોકોની લાઈનો લાગી છે. આત્મનિર્ભર ભારતના લોનના ફોર્મ લેવા વહેલી સવારથી લોકો બેંક બહાર કતારોમાં ઉભા છે. ધોબી, પ્લમ્બર તેમજ નાની કરિયાણાની દુકાનો અને રીક્ષા ચાલકો સહિતના લોકો સહાયના ફોર્મ લેવા પહોંચ્યા છે તો કેટલાક લોકોને ફોર્મ કેવી રીતે લેવા તે અંગેની માહિતી નથી. જેથી બેંક દ્વારા તમામ માહિતી આપવામાં આવી છે અને 31મી સુધી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરી બેંકમાં જમા કરવા જણાવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો