Surat : ખેડૂત પિતાને પ્લેનમાં ફરવાની ઈચ્છા હતી, દીકરીએ પાયલોટ બની સપનું કર્યું સાકાર

સુરતની દીકરી પણ હવે આકાશમાં ઉડાન ભરશે. સુરતની ઓલપાડની મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયે પાયલોટ બનીને સિદ્ધિ હાંસલ કરી છે.

Surat : ખેડૂત પિતાને પ્લેનમાં ફરવાની ઈચ્છા હતી, દીકરીએ પાયલોટ બની સપનું કર્યું સાકાર
Suratદીકરીએ પાયલોટ બની સપનું કર્યું સાકાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 4:41 PM

સુરતના ઓલપાડના શેરડી ગામના વતની અને ખેડૂત પરિવારની 19 વર્ષીય દીકરીએ ગામનું અને સુરતનું નામ ઝળકાવ્યું છે. ઓલપાડની મૈત્રી પટેલ બહારની સૌથી નાની વયની પાયલોટ બની છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ મૈત્રીએ સુરતની પ્રાઇવેટ સ્કૂલમાં કર્યો હતો અને તે પછી પાયલોટની ટ્રેનિંગ માટે તે અમેરિકા ગઈ હતી. અમેરિકામાં ખુબ જ ટૂંકા ગાળામાં આ ટ્રેંઈનીંગ પુરી કરીને તેણે કોમર્શિયલ વિમાન ચલાવવાનું લાયસન્સ મેળવીને નવી સિદ્ધિ મેળવી છે.

પાયલોટ બન્યા પછી હવે મૈત્રી સુરત આવી હતી. જ્યાં પરિવારજનો દ્વારા તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જો વ્યક્તિ ધારે તો શું નથી કરી શકતો તેનું ઉદાહરણ સુરતના ઓલપાડના શેરડી ગામે રહેતી મૈત્રીએ પૂરું પડ્યું છે. મૈત્રીના પિતા કાંતિલાલ પટેલ ખેડૂત છે, જયારે તેની માતા મહાનગર પાલિકામાં નોકરી કરે છે. ખેડૂત પરિવારમાંથી આવતી આ દીકરીને નાનપણથી જ પાયલોટ બનવાની ઈચ્છા હતી.

સુરતમાં ખાનગી શાળામાં અભ્યાસ કર્યા પછી તેણીએ મુંબઈ અને તે પછી અમેરિકા જઈને પાયલોટનો અભ્યાસ અને તાલીમ લીધી હતી. જ્યાં 11 મહિનાના ટૂંકા સમયગાળામાં જ તે કોમર્શિયલ વિમાન ઉડાવવાનું શીખી ગઈ હતી અને અમેરિકાએ તેને કોમર્શિયલ વિમાન ઉડાવવાનું લાયસન્સ પણ આપી દીધું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટ્રેનિગ માટે મૈત્રીની સાથે બીજા 10 ભારતીયો પણ હતા. આ ટ્રેનિંગ આમ તો 18 મહિનાની હોય છે. પણ મૈત્રીએ આ ટ્રેનિંગ માત્ર 11 મહિનામાં જ પૂર્ણ કરી છે. ભારતમાં સૌથી વધારે મહિલા પાયલોટ છે, જેથી તેમાં મૈત્રી પણ જોડાવવા માંગતી હતી.

આ સાથે જ મૈત્રી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઈ છે. તેણીના પિતા કાંતિલાલ ભાઈના જણાવ્યા પ્રમાણે ભારતમાં કાશ્મીરની 25 વર્ષની યુવતી સૌથી નાની ઉંમરે પાયલોટ બની હતી. નાની ઉંમરે પાયલોટ બનવાનું લાયસન્સ મેળવાય બાદ હવે મૈત્રીને નાની ઉંમરે કેપ્ટ્ન બનવાનું સપનું છે. ટૂંક સમયમાં આ સપનું પણ તે પૂર્ણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ તે બોઇંગ વિમાન ઉડાવવા માટે પણ ટ્રેનિંગ શરૂ કરશે.

મૈત્રીના માતા-પિતા આ પ્રસંગે ખુબ ગૌરવની લાગણી અનુભવે છે. તેના પિતા જણાવે છે સુરતથી દિલ્હીની ફ્લાઈટમાં પ્રથમ વખત બેસતી વખતે તેઓએ દીકરીને પાયલોટ બનવાનું કહ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે અમારી દીકરી અમારા માટે શ્રવણ કરતા ઓછી નથી. કારણ કે અમારે પ્લેનમાં હમેશાથી ફરવાની ઘણી ઈચ્છા હતી અને અમારી દીકરીએ તો પાયલોટ બનીને અમને સાતમા આસમાને પહોંચાડી દીધા છે.

આ પણ વાંચો :

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">