સુરત: પાનની દુકાનવાળાને 2 શખ્સોએ માર્યો માર, જુઓ મારામારીનો VIDEO
સુરતમાં મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કીમના મુખ્ય બજારનો છે, જ્યાં એક પાનપાર્લર વાળાને ત્યાં બે શખ્સોએ આવીને મારામારી કરે છે. રૂપિયાની લેવડદેવડને લઈને પાનની દુકાનવાળા વેપારી અને બન્ને શખ્સો વચ્ચે મારામારી થઈ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાનની દુકાન પર આવીને બે શખ્સો દુકાનદાર સાથે માથાકૂટ કરી રહ્યાં છે. વેપારી […]
સુરતમાં મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કીમના મુખ્ય બજારનો છે, જ્યાં એક પાનપાર્લર વાળાને ત્યાં બે શખ્સોએ આવીને મારામારી કરે છે. રૂપિયાની લેવડદેવડને લઈને પાનની દુકાનવાળા વેપારી અને બન્ને શખ્સો વચ્ચે મારામારી થઈ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાનની દુકાન પર આવીને બે શખ્સો દુકાનદાર સાથે માથાકૂટ કરી રહ્યાં છે. વેપારી સાથે બોલાચાલી બાદ બે શખ્સોમાંથી એક શખ્સ દુકાનદારને મારવા લાગે છે. પાનપાર્લર ચલાવતા વેપારીને મારનાર બન્ને શખ્સો દુકાનમાં લગાવેલા સીસીટીમાં સ્પષ્ટ જોવા મળે છે. મારામારીની આ સમગ્ર ઘટના બાદ દુકાનદારે કીમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુકાનદારની ફરિયાદના આધારે સીસીટીવી તપાસી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: કોરોના મામલે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, બે દિવસના કરફ્યુથી કાબુમાં આવશે કોરોના?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો