સુરતની રિક્ષાઓ પર નવો ટ્રેન્ડ શરૂ થયો, અધિકૃત આદેશ ન હોવા છતાં રિક્ષાઓ પર પોલીસમથકનાં નામ લખવાનો નવો ચીલો.

સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનનું મોટું સાધન એકમાત્ર રિક્ષાઓ છે. શહેરમાં 70 હજાર કરતા પણ વધુ રિક્ષાઓ ફરે છે. પણ હાલના દિવસોમાં એક નવો જ ચીલો આ રિક્ષાચાલકોમાં જોવા મળી રહ્યો છે. જે છે રિક્ષાના હુડ પર પોલીસ મથકનું નામ લખવાનો. મોટી આશ્ચર્યની વાત તો એ છે કે આ ટ્રેન્ડ માત્ર ને માત્ર દેખાદેખીમાં, એકબીજાના મોઢેથી વાત […]

સુરતની રિક્ષાઓ પર નવો ટ્રેન્ડ શરૂ થયો, અધિકૃત આદેશ ન હોવા છતાં રિક્ષાઓ પર પોલીસમથકનાં નામ લખવાનો નવો ચીલો.
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 09, 2020 | 2:24 PM

સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનનું મોટું સાધન એકમાત્ર રિક્ષાઓ છે. શહેરમાં 70 હજાર કરતા પણ વધુ રિક્ષાઓ ફરે છે. પણ હાલના દિવસોમાં એક નવો જ ચીલો આ રિક્ષાચાલકોમાં જોવા મળી રહ્યો છે. જે છે રિક્ષાના હુડ પર પોલીસ મથકનું નામ લખવાનો. મોટી આશ્ચર્યની વાત તો એ છે કે આ ટ્રેન્ડ માત્ર ને માત્ર દેખાદેખીમાં, એકબીજાના મોઢેથી વાત સાંભળીને જ થયું છે અને આ અંગે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું સત્તાવાર જાહેરનામું કે સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યું નથી. તો આવું કરવા પાછળનું કારણ શું છે.

શહેરોમાં ફરતી કોઈપણ રીક્ષા પાછળ ક્યાં તો તમને અભિનેતાઓ અભિનેત્રીઓના ફોટોગ્રાફ્સ જોવા મળે નહીં તો કોઈ શાયરીઓ લખેલી કે જાહેરાત જોવા મળે. પણ તાજેતરમાં સુરતની રિક્ષાઓ પાછળ તમને આ પ્રકારે જે તે પોલીસ સ્ટેશનના નામ લખેલા જોવા મળશે. મહત્વની વાત તો એ છે કે આ બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છતાં સુરતના રિક્ષાચાલકોમાં આ નવો ચીલો જોવા મળી રહ્યો છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે પોલીસ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેનાથી બચવા માટે તેઓએ આ પોલીસ સ્ટેશનોના નામ લખાવ્યા છે. તો કેટલાક રિક્ષાચાલકો એકબીજાનું જોઈને આ પ્રકારે પોલીસ સ્ટેશનના નામ લખાવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સુરત રિક્ષાચાલક એસોસિયેશન પણ આ તમામ માહિતીથી અવગત છે. એક પોલીસ મથકની રીક્ષા પર આવું લખાણ શરૂ થયું તે હવે શહેરની મોટાભાગની રિક્ષાઓ પાછળ જાણે આ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. જો આ પ્રકારે પોલીસ સ્ટેશનનું નામ ન લખાવવામાં આવે તો પોલીસ દંડ કરે છે તેવી પણ ભીતિ જોવા મળી રહી છે. એટલે જાણ્યા મુક્યા વિના પણ રિક્ષાચાલકો આ જે તે પોલીસ સ્ટેશનનું નામ લખાવી રહ્યા છે.

જોકે સૌથી નવાઈની વાત તો એ છે કે આ અંગે કોઈપણ અધિકૃત આદેશ ટ્રાફિક ડીસીપી દ્વારા બહાર પાડવામાં આવ્યું જ નથી. એ બાબત અલગ છે કે રિક્ષાની અંદર સલામતી માટે જે તે રિક્ષાચાલકો પોતાની માહિતી તો લખતા જ હોય છે. પણ આ પ્રકારે પોલીસ સ્ટેશનના નંબરો ગુનાખોરી રોકવામાં મદદરૂપ થઇ શકે છે. જોકે આ સમગ્ર મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરનામુ બહાર પાડયાનો તેમણે ઇનકાર કર્યો હતો.જોકે શહેરમાં વધતી ગુનાખોરી ઉકેલવા RTO સાથે મળીને શહેરના રિક્ષાચાલકોના ડેટાબેઝ બનાવવા પર કામગીરી થઈ રહ્યું હોવાનું ટ્રાફિક વિભાગ જણાવી રહી છે. ત્યારે રિક્ષાચાલકોએ શરૂ કરેલો આ ટ્રેન્ડ પણ ફાયદાકારક જ દેખાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">