સુરતનાં પુણા વિસ્તારમાં બેકાબુ બની કાર, સીસીટીવીમાં જુઓ કઈ રીતે આબાદ બચ્યો મોપેડ સવાર

સુરતના પુણા ગામ વિસ્તારમાં થયેલા અકસ્માતના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટના લક્ષ્મીનારાયણ સોસાયટી નજીકની છે કે જ્યાં બેકાબૂ બનેલી એક કારે કેટલાક વાહનોને ટક્કર મારી હતી. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ મોપેડ પર બેસેલા એક યુવકનો આબાદ બચાવ થયો છે. આ […]

સુરતનાં પુણા વિસ્તારમાં બેકાબુ બની કાર, સીસીટીવીમાં જુઓ કઈ રીતે આબાદ બચ્યો મોપેડ સવાર
http://tv9gujarati.in/surat-na-puna-vi…ctv-ma-ked-ghtna/
Pinak Shukla

|

Jun 12, 2020 | 11:41 AM

સુરતના પુણા ગામ વિસ્તારમાં થયેલા અકસ્માતના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટના લક્ષ્મીનારાયણ સોસાયટી નજીકની છે કે જ્યાં બેકાબૂ બનેલી એક કારે કેટલાક વાહનોને ટક્કર મારી હતી. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ મોપેડ પર બેસેલા એક યુવકનો આબાદ બચાવ થયો છે. આ યુવક પોતાના મોપેડ પર બેઠો હતો ત્યારે જ પાછળથી ધસમસતી આવેલી કારે ટક્કર મારી હતી. જો કે અચાનક આવેલી કારને જોઈને યુવક પણ મોપેડ પરથી કુદી ગયો હતો. બાદમાં કારચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ આસપાસ રહેલા લોકોએ તેને ઝડપી પાડ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati