Surat : પિકઅપ વાનમાં ચોર ખાનું બનાવીને મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો લાવતા બે ઈસમ ઝડપાયા

Surat : સુરતમાં પણ અનેકવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાઇ ચુક્યો છે. સુરત પીસીબી (Surat PCB) દ્વારા બાતમીના આધારે વિદેશી દારૂની 1680 બોટલો જેની કિંમત 1 લાખ 68 હજાર કબ્જે કરવામાં આવી હતી.

Surat : પિકઅપ વાનમાં ચોર ખાનું બનાવીને મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો લાવતા બે ઈસમ ઝડપાયા
વિદેશી દારૂની હેરફેર કરતા 2 ઈસમ ઝડપાયા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 25, 2021 | 10:24 AM

Surat : ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા, તે માત્ર નામની રહી જવા પામી હોય તેમ લાગી રહ્યું છે.  ગુજરાતના અનેક નાના મોટા શહેરોમાં દારુનુ  ચોરીછુપે વેચાણ થઈ રહ્યું છે. દારુનો જથ્થો જે તે સ્થળે પહોચાડવા માટે દારૂની હેરાફેરી અવનવી રીતે થતી જોવા મળે છે. પોલીસ દ્વારા દારૂની હેરાફેરી રોકવા માટે સતત કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ દારુના ધંધા સાથે સંકળાયેલા દારુ લાવવા લઈ જવા માટે અવનવા નુસ્ખા અપનાવે છે.

પરંતુ આ નવા-નવા નુસખા પોલીસ પાસે બહુ લાંબો સમય ચાલતા નથી. સુરત પીસીબી (Surat PCB)  દ્વારા બાતમીના આધારે ડીંડોલી વિસ્તારમાંથી એક પિકઅપ વાનની તપાસ હાથ ધરી હતી. પીકઅપ વાનમાં ચોર ખાનું બનાવીને વિદેશી દારૂ લાવી સુરતમાં વેચવાના હતા તે પહેલાં જ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડી પાડી પીકઅપ વાનના ડ્રાઈવર સહિત બે ની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતના દક્ષિણ ગુજરાત દારૂની હેરાફેરી માટે જાણીતું છે. ત્યારે સુરતમાં પણ અનેકવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાઇ ચુક્યો છે. ત્યારે સુરત પીસીબીના માણસોને માહિતી મળી હતી કે કેટલાક ઈસમો વિદેશી દારૂ પોલિસથી બચવા માટે અને તે પણ રાત્રીના સમયે એક પિકઅપ વાનમાં વિદેશી દારૂ લાવી રહ્યા છે. તે માહિતીના આધારે પીસીબીની ટિમ દ્વારા વોચ રાખવામાં આવી હતી. વોચ દરમિયાન પુણા કુંભરીયા મેઈન રોડ પર વોચને આધારે GJ 6 T 3203 નંબરની પિકઅપવાનને રોકી પહેલા તો તપાસ કરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તપાસ દરમિયાન પહેલા તો પીકઅપ વાનની અંદર કાપડનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં પોલીસ મુંઝવણમાં મુકાઈ કે આ ટેમ્પોમાં તો દારૂનો જથ્થો હતો તે ગયો ક્યાં ? બાદમાં ડ્રાઈવરની પૂછપરછ કરતા હકીકત જાણવા મળી કે પીકઅપ વાનમાં એક ચોર ખાનું બનવામાં આવ્યું છે. જેની અંદર વિદેશી દારૂ રાખવામાં આવ્યો છે. આ ચોરખાનાની તપાસ કરતા પોલીસ દ્વારા કુલ વિદેશી દારૂની 1680 બોટલો જેની કિંમત કુલ રૂપિયા 1 લાખ 68 હજાર કબ્જે કરવામાં આવી હતી.

પોલીસે દારૂ સાથે પીકઅપ વાન અને બે આરોપીની ધરપકડ કરી છે. તો આ મામલે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે લોકોએ દારૂ મહારાષ્ટ્રથી મંગાવ્યો હતો જેમાં વિજય પાટીલ અને રવિ જાહેરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં આવી રીતે ચોરી છીપે દારૂની હેરાફેરી કરી સુરત શહેરમાં દારૂનો જથ્થો લાવતા હોય છે.

g clip-path="url(#clip0_868_265)">