Surat: મોક ટેસ્ટમાં યુનિવર્સિટી ફેઈલ છતાં આવતીકાલથી ઓનલાઈન પરીક્ષાઓ, જાણો વિદ્યાર્થીઓની સમસ્યાઓ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા શરુ થવા જઈ રહી છે. મોક ટેસ્ટમાં આવેલી અનેક સમયાઓ બાદ પણ આ નિર્ણય લેવાયો છે. ચાલો જાણીએ કે વિદ્યાર્થીઓને શું સમસ્યા આવી રહી છે.

Surat: મોક ટેસ્ટમાં યુનિવર્સિટી ફેઈલ છતાં આવતીકાલથી ઓનલાઈન પરીક્ષાઓ, જાણો વિદ્યાર્થીઓની સમસ્યાઓ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 25, 2021 | 4:29 PM

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષાની તૈયારી મજાક બનીને રહી ગઈ છે. પરીક્ષા પહેલા યુનિવર્સિટી બે વાર મોક ટેસ્ટ કર્યો હતો. જેમાં બે હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

પહેલી મોક ટેસ્ટ લેવાઈ હતી, જેમાં પણ આજ સમસ્યા સામે આવી હતી. ત્યારે પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે આવતીકાલથી એટલે કે શનિવારથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તેવી સ્થિતિમાં જ્યારે મોક ટેસ્ટ સફળ નથી થઈ શક્યો ત્યારે મુખ્ય પરીક્ષા વગર મુશ્કેલીએ કેવી રીતે થઈ શકે તે એક સવાલ ઉભો થયો છે. ઓનલાઇન પરીક્ષાના એવા નિયમો બનાવવામાં આવ્યા છે જેને પહોંચી વળવું વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ છે.

જેમકે મોબાઇલ ફોનમાં 1gb blank space રાખવું. પરીક્ષાના સમયે સ્ક્રીન પર વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ નજર નહિ આવવું જોઈએ એવા નિયમ વિદ્યાર્થીઓ માટે પરેશાની પેદા કરી રહ્યા છે. ઓનલાઇન પરીક્ષાની તૈયારી તપાસવા માટે 22 થી 24 જૂન દરમિયાન મોક ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં ફક્ત 58 ટકા વિદ્યાર્થીઓ જ સામેલ થયા હતા. યુનિવર્સિટીના 33000 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 19,139 વિદ્યાર્થીઓએ જ ટેસ્ટ આપી હતી. તેમાંથી બે હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓને ઓનલાઈન એક્ઝામમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઓનલાઇન પરીક્ષા માટે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરની ઘણી ટેકનીકલ ખામીઓ છે. જેના માટે યુનિવર્સિટી પાસે પોતાની કોઇ સિસ્ટમ નથી.

પરીક્ષાર્થીઓને કેવી પરેશાની સામે આવી?

  • મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી મેળવેલ આઈડી અને પાસવર્ડ લાખની ઓનલાઇન પરીક્ષાના પેપર login કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સફળ ન થયા.
  • યુનિવર્સિટીની એપ્લિકેશન વારંવાર અપડેટ કરવી પડી રહી છે. અપડેટ નહીં હોવાના કારણે એપ્લિકેશન કામ નથી કરતી.
  • એન્ટી વાયરસને કારણે એપ્લિકેશન કામ નથી કરી રહી.
  • વિદ્યાર્થીઓના મોબાઇલમાં સ્પેસ ઓછી હોવાના કારણે પરીક્ષામાં સામેલ નથી થઇ શકતા. રજીસ્ટર ઈમેલ પર પરીક્ષાની સૂચના નથી મળી રહી.
  • વગર કેવાયસી અપડેટ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ નથી થઈ શકતા.

પરીક્ષા આપવા માટે શું છે જરૂરી?

  • 512 કેબીપીએસ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન.
  • Android 7.1.1.1 અથવા વિન્ડો સેવનનું અપડેટ વર્ઝન હોવું જોઈએ.
  • મોબાઈલમાં મિનિમમ 1gb બ્લેન્ક સ્પેસ હોવી જોઈએ.
  • રેમ મિનિમમ એક જીબી હોવી જોઈએ.

પરીક્ષા નિયામક અરવિંદ ધડુકનું કહેવું છે કે પરીક્ષામાં મોનીટરીંગ માટે 53 લોકોની ટીમ તૈનાત હશે. 50 ટેકનિશિયનની એક અલગ ટેકનિકલ સમસ્યા હલ કરશે. લોગઇન ન થવા પર બીજો લોગીન આઈડી અને પાસવર્ડ લઇ શકાશે. ટેકનિકલ સમસ્યાને કારણે વિદ્યાર્થીઓને વધારાનો સમય પણ મળશે.

યુનિવર્સિટી પાસે ઓફ લાઇન પરીક્ષાનો કોઈ ઓપ્શન નથી. જે પરીક્ષામાં સામેલ નહિ થાય તેમને બીજી વાર તક મળશે. ઓનલાઈન પરીક્ષા જ થશે. બીજી વાર પરીક્ષા લેવાનો નિર્ણય અત્યારે નથી કરવામાં આવ્યો.

ઓનલાઇન પરીક્ષાને સફળ બનાવવા માટે સાત વાર વેબીનાર કરવામાં આવ્યો હતો. જે માટે વિદ્યાર્થીઓને પહેલાથી આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યા હતા. તમામ જાણકારીની પીડીએફ ફાઈલ બનાવીને ડિન, કોલેજના પ્રિન્સિપાલ અને ક્લાસ ટીચરને મોકલવામાં આવી હતી. પરંતુ તેમ છતાં મોક ટેસ્ટ સફળ થઇ ન હતી.

આ પણ વાંચો: Surat : પિકઅપ વાનમાં ચોર ખાનું બનાવીને મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો લાવતા બે ઈસમ ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">