સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી
ગુજરાત સરકારે આજે 22મી જાન્યુઆરીના રોજ બે સનદી અધિકારીઓની બદલી કરી છે. જેમાં ધ્યાન ખેંચે તેવી એક બદલી સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને સુરતથી ગાંધીનગર બોલાવાયા છે. શાલિની અગ્રવાલને, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના MD બનાવાયા છે.

સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે શાલિની અગ્રવાલની જગ્યાએ, એમ.નાગરાજનને બનાવાયા છે. જ્યારે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ( GSRTC)ના મેનેજીંગ ડિરેકટર તરીકેનો હવાલો રાજેન્દ્ર કુમારને સોપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ, ભૂપેન્દ્રભાઈ પટેલની, ગુજરાત સરકારે સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપ્યો હતો. જેમાં અનેક સનદી અધિકારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરવામાં આવી હતી.
26મી જાન્યુઆરીના રોજ દિલ્હીના કર્તવ્ય પથ પરની પરેડમાં ગુજરાત રજૂ કરશે ‘વંદે માતરમ’ ગીત આધારિત ટેબ્લો