Surat : આ મોંઘવારીમાં ઘી-તેલ નહીં પોષાય, હવે સુરતમાં મળી રહ્યા છે પાણીથી ચાલતા દીવા !

હાલ ઘી અને તેલની જગ્યાએ પાણીથી ચાલતા દીવા હોય તેની ડિમાન્ડ તો સ્વાભાવિક રહેવાની જ અને તે જ પ્રમાણે દેશ વિદેશમાંથી તેના ઓર્ડર પણ મળવા લાગ્યા છે. પાણીથી ચાલતા દીવા લોકોને ખુબ પસંદ પણ પડી રહ્યા છે.

Surat : આ મોંઘવારીમાં ઘી-તેલ નહીં પોષાય, હવે સુરતમાં મળી રહ્યા છે પાણીથી ચાલતા દીવા !
પાણીથી ચાલતા દીવા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 4:52 PM

હાલ દરેક વસ્તુઓમાં મોંઘવારી જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર દરેક વસ્તુ પર પડી છે. દિવાળીએ ઘી તેલના (Ghee-Oil) ભાવ પણ વધી ગયા છે. જેથી સુરતની મહિલાઓએ ભેગા મળીને ઇકો ફ્રેન્ડલી દીવા તૈયાર કર્યા છે. આ દીવા ઘી તેલથી નહીં પણ પાણીથી (Water) પ્રગટાવી શકાય છે. આ દીવાની બેટરી લાઈવ 100 કલાક જેટલી છે.

આ દીવા ઇકો ફ્રેન્ડલી પણ છે. જેથી તે લોકોના બજેટને કોઈ પણ રીતે અસર તો કરતા જ નથી પણ સાથે સાથે તે પર્યાવરણ માટે પણ કોઈ રીતે નુકશાન કરતા નથી. આ દીવા સુરતની 6 મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. છ મહિલાએ મળીને 600 દીવા તૈયાર કાર્ય છે. ઇકો ફ્રેન્ડલી આ દીવા બનાવનાર પૂજા જૈનના જણાવ્યા પ્રમાણે ફક્ત ગુજરાતમાંથી જ નહીં પણ દેશ વિદેશમાંથી આ પાણીથી ચાલતા દીવાની માગ આવી રહી છે. જેને લઈને તેઓ ઓર્ડર પ્રમાણે દિવા બનાવી પણ રહ્યા છે. દીવાની અંદર એક સિક્કાની સાઇઝનો સેલ ફિટ કરવામાં આવ્યો છે, જેને હાઈ ક્વોલિટી સેન્સર સાથે જોડવામાં આવ્યો છે. જેમાં પાણી નાંખતા જ તે રિયલ દીવાની જેમ ઝળહળી ઉઠે છે.

આ દીવાનું સંશોધન કરનાર પૂજા જૈનના જણાવ્યા પ્રમાણે તેઓ છ મહિનાથી દિવાળી માટે પહેલાથી જ કંઈક નવું અને ઇનોવેટિવ કરવાનો વિચાર કરી રહ્યા હતા અને તેમાં તેઓને ત્રણ મહિના પછી સફળતા મળી છે. એક કોઈન સાઈઝના સેલ અને સેન્સરની મદદથી તેઓએ આ યુનિક દીવા તૈયાર કાર્ય છે. આ દીવો બે ટીપા પાણીથી પણ ચાર કલાક ચાલી શકે તે રીતેનું પરીક્ષણ સફળ થયું છે. તેમની સાથે બીજી પાંચ મહિલાઓએ ભેગા મળીને આવા કુલ 600 જેટલા દીવા તૈયાર કર્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હાલ ઘી અને તેલની જગ્યાએ પાણીથી ચાલતા દીવા હોય તેની ડિમાન્ડ તો સ્વાભાવિક રહેવાની જ અને તે જ પ્રમાણે દેશ વિદેશમાંથી તેના ઓર્ડર પણ મળવા લાગ્યા છે. પાણીથી ચાલતા દીવા લોકોને ખુબ પસંદ પણ પડી રહ્યા છે અને તેમના ક્રિએટિવ અને યુનિક વર્કના ખુબ વખાણ પણ થઇ રહ્યા છે.

આ પણ વાંચો: Surat : ફિટ રહેવા સુરતીઓએ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટમાં 1 લાખ રજિસ્ટ્રેશનનો આંકડો પાર કર્યો

આ પણ વાંચો: Vadodara: નવજાત બાળક ઉઠાવી જવાની ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા, આટલા લાખમાં વેચ્યું હતું બાળક

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">