Surat : ફિટ રહેવા સુરતીઓએ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટમાં 1 લાખ રજિસ્ટ્રેશનનો આંકડો પાર કર્યો
સુરત શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકનું ભારણ અને પ્રદુષણની માત્રા વધી રહી છે..ત્યારે તેને હળવી કરવાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા બાઈસીકલ શેરિંગ પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવ્યો હતો..
સ્માર્ટ સીટી (Smart City ) સુરતમાં કોરોના પછી લોકોમાં પોતાના આરોગ્ય(Health ) પ્રત્યે ખાસી એવી જાગૃતિ આવી છે. જેનો સીધો લાભ સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતા સાઇકલ શેરિંગ પ્રોજેક્ટને(cycle sharing project ) મળ્યો છે. સુરતમાં હવે એવું કહીયે તો પણ ખોટું નથી કે સાઇકલનો જમાનો પાછો ફર્યો છે. પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા બાઈસીકલ શેરિંગ પ્રોજેક્ટને લોકોનો સારો આવકાર મળી રહ્યો છે.
ફક્ત બે જ વર્ષના ટૂંકા ગાળામાં એક લાખથી વધુ લોકો આ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ સાથે જોડાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનના અલગ અલગ સેન્ટર અને પોઈન્ટ પર કુલ 1113 જેટલી સાઇકલો લોકોના આરોગ્ય અને ફિટનેશ માટે મુકવામાં આવી છે. આ સાઇકલનો વપરાશ કરવા માટે અત્યાર સુધી 1.06 લાખ લોકોએ પાલિકામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
હજારો લોકોએ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત કાર્યરત બાઈસીકલ શેરિંગ પ્રોજેક્ટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પાલિકાના સત્તાવાર રેકોર્ડ પર કોરોનાની સ્થિતિ અને લોકડાઉન વચ્ચે 24 મહિનાના ટૂંકા સમયગાળામાં 1,06,164 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આને આગામી એક વર્ષમાં હજી પણ રજિસ્ટ્રેશનનો આંકડો ઊંચો જાય તેવી સંભાવના મહાનગરપાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોનં 25 ડૉકીંગ સ્ટેશનમાં 283 સાઇકલ, અથવા ઝોનમાં 26 સ્ટેશનમાં 269 સાઇકલ, અઠવા ઝોનમાં 26 ડૉકીંગ સ્ટેશનમાં 269 સાઇકલ, રાંદેર ઝોનમાં 13 ડૉકીંગ સ્ટેશનોમાં 154 સાઇકલો , વરાછા એ ઝોનમાં 13માં 124, વરાછા બી ઝોનમાં 4 ડૉકીંગ સ્ટેશનમાં 39 સાઇકલ, ઉધના ઝોનમાં 11 ડૉકીંગ સ્ટેશનોમાં 102, લીંબાયત ઝોનમાં 6 ડૉકીંગ સ્ટેશનોમાં 77 સાઇકલ લોકો માટે મુકવામાં આવી છે.
સુરત શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકનું ભારણ અને પ્રદુષણની માત્રા વધી રહી છે..ત્યારે તેને હળવી કરવાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા બાઈસીકલ શેરિંગ પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવ્યો હતો..આમ તો વિદેશોમાં અને દેશના પણ ઘણા શહેરોમાં આ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે પણ સુરતમાં આ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટને સૌથી વધારે સફળતા મળી છે..
શું છે સાઇકલ શેરિંગ પ્રોજેકટની ખાસિયત ? –એક સાઈકલની કિંમત 50 હજારની છે જે જીપીએસથી કનેક્ટેડ છે..તમામ સાઈકલો જર્મનીથી લાવવામાં આવી છે.. –જીપીએસ સિસ્ટમ સાઈકલમાં ફિટ છે જેથી ચાલક જ્યાં પણ હશે તે અંગેની જાણ પાલિકાના કંટ્રોલ રૂમમાં થાય છે..કોઈ સાઇકલ ગમે ત્યાં છોડી પણ દે છે તો પણ તુરંત જાણ થઈ જશે અને ઇજારેદાર તેના સ્ટાફ થકી સાઇકલ મેળવી શકે છે.. –પહેલા રજિસ્ટ્રેશન કરી મેમ્બર બનાવવામાં આવે છે જે પૂરેપૂરી આઇડેન્ટિટી ધરાવતો હોય. –આ કાર્ડ મેમ્બરને રૂપિયા 550નું પડે છે.. –સરકારના અમૃત મિશન પ્રોજેકટ હેઠળ રૂ.8.70 કરોડનો આખો પ્રોજેકટ છે..
આ પણ વાંચો : Surat: બેલજીયમની અર્થવ્યવસ્થામાં ડાયમંડ ઉદ્યોગનો મોટો ફાળો: બેલજીયમ રાજદૂત
આ પણ વાંચો : Surat: દિવાળી પહેલા સુરત રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યું, કોર્પોરેશન પણ રોશની પાછળ કરશે 20 લાખ સુધીનો ખર્ચ