કોરોના વેક્સીન સર્ટિફિકેટમાંથી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની અપીલ અરજદારને ભારે પડી, કેરળ હાઈકોર્ટે લગાવ્યો એક લાખનો દંડ

કોર્ટે કહ્યું કે આ દંડ લોકો અને સમાજને જણાવવા માટે લગાવવામાં આવી રહ્યો છે કે આવી વ્યર્થ દલીલો જે ન્યાયિક સમયનો બગાડ કરે છે તે કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

કોરોના વેક્સીન સર્ટિફિકેટમાંથી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની અપીલ અરજદારને ભારે પડી, કેરળ હાઈકોર્ટે લગાવ્યો એક લાખનો દંડ
Kerala High Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 3:36 PM

કેરળ હાઈકોર્ટે (Kerala High Court) મંગળવારે વેક્સીન સર્ટિફિકેટમાંથી (Covid-19 Vaccination Certificates) પીએમ નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. એટલું જ નહીં, કોર્ટે અરજીકર્તા પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અરજદારે હાઈકોર્ટને કહ્યું હતું કે રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાન મોદીની (PM Narendra Modi) તસવીર હોવી એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. કેરળ હાઈકોર્ટે અરજીને ફગાવી દેતા કહ્યું કે અરજદારની અપીલ ‘વ્યર્થ’, ‘રાજકીય રીતે પ્રેરિત’ અને પ્રચાર હિતની અરજી’ છે.

જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને અરજદાર પીટર માયાલીપરમ્પિલને કેરળ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી પાસે છ સપ્તાહની અંદર દંડ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે નિયત સમયગાળામાં દંડની ચુકવણી ન કરવાના કિસ્સામાં, KLSA અરજદારની મિલકતમાંથી તેની સામે મહેસૂલ વસૂલાતની કાર્યવાહી શરૂ કરીને રકમ વસૂલ કરશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આવી વ્યર્થ દલીલો ન્યાયિક સમયનો બગાડ કરે છે – કોર્ટ કોર્ટે કહ્યું કે આ દંડ લોકો અને સમાજને જણાવવા માટે લગાવવામાં આવી રહ્યો છે કે આવી વ્યર્થ દલીલો જે ન્યાયિક સમયનો બગાડ કરે છે તે કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. કોર્ટે એ પણ નોંધ્યું છે કે અરજદારે વડાપ્રધાનના ફોટા અને રસીકરણ પ્રમાણપત્ર પરના મેસેજ પર જે સવાલ ઉઠાવવામાં આવ્યા છે તેવું કરવાની દેશના કોઈપણ નાગરિક પાસે અપેક્ષા નથી.

પીએમ પર કેમ શરમ આવે છે ? અગાઉ કેરળ હાઈકોર્ટે આ અરજીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને અરજીકર્તાને કહ્યું, તે (મોદી) આપણા વડાપ્રધાન છે અને અન્ય કોઈ દેશના નથી. તેઓ જનાદેશ સાથે સત્તામાં આવ્યા હતા. માત્ર તમારા રાજકીય મતભેદો હોવાને કારણે તમે તેને પડકારી શકતા નથી. શા માટે આપણે આપણા પીએમ માટે શરમ અનુભવીએ છીએ? જો 100 કરોડ લોકોને તેનાથી કોઈ સમસ્યા નથી, તો તમને શા માટે? તમે ન્યાયિક સમય બગાડો છો.

આ પણ વાંચો : UP Election 2022: યુપીમાં મહિલાઓને PM મોદીની ભેટ, મહિલા સ્વ સહાય જૂથને ટ્રાન્સફર કર્યા 1000 કરોડ, કહ્યું- માતૃશક્તિ જૂનો સમય પાછો નહીં આવવા દે

આ પણ વાંચો : ભારતમાં ઓમિક્રોનના કેસની બેવડી સદી, દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ, જુઓ કયા રાજ્યમાં કેટલા કેસ

g clip-path="url(#clip0_868_265)">