Surat : રોજની 50 કરતા વધુ ફ્લાઇટ છતાં સુરત એરપોર્ટ CISF સુરક્ષાથી વંચિત
એક લાખ યાત્રીઓ છતાં એકમાત્ર સુરત એરપોર્ટને હજી સુધી સીઆઇએસફ ની સિક્યોરિટી આપવામાં આવી નથી.
કેન્દ્ર સરકારના ગુરહમંત્રાલય દ્વારા સુરત એરપોર્ટ(surat airport ) ખાતે 360 જેટલા સીઆઇએસએફના(CISF) જવાનોના મહેકમને ફાળવવાના આદેશ પછી હજી પણ એકેય જવાનોની નિયુક્તિ કરવામાં આવી નથી. વધુમાં સુરત એરપોર્ટ દ્વારા 360 ના બદલે 260 જેટલા જવાનોની જ માંગ કરવામાં આવતા નવો વિવાદ પણ ઉભો થયો છે.
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને બીસીઆઇએસના મહાનિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા કસ્ટમ નોટીફાઈડ સુરત એરપોર્ટ માટે 9 જૂન 2020ના રોજ 360 સીઆઇએસએફના જવાનોનું મહેકમ મંજુર કર્યું હતું.આ મન્જુરી મલતાના 1 વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. છતાં હજી સુધી અહીં એકેય સીઆઈએસએફ જવાનોની નિયુક્તિ કરવામાં આવી નથી.
જેમાં સુરત એરપોર્ટ ઓથોરિટીનું પણ ઉદાસીન વલણ સામે આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાછળ એક વર્ષમાં સીઆઇએસએફના જવાનો માટે રહેઠાણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એરપોર્ટ ઓથોરિટીને ત્રણ વાર પત્ર લખવામાં આવ્યો હોવા છતાં કોઈ કામગીરી થઇ નથી.
મળતી માહિતી પ્રમાણે વધુમાં હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 26 જુલાઈ 2021ના રોજ સીઆઇએસએફના હેડક્વાર્ટરને એક પત્ર લખ્યો છે. જેમાં 360ને બદલે માત્ર 260 જવાનો મોકલવા વિનંતી કરાઈ છે. દેશમાં પહેલી આવી ઘટના છે જેમાં એરપોર્ટની સુરક્ષા(security ) માટે કેન્દ્ર દ્વારા મંજુર મહેકમ કરતા ઓછા જવાનોની માંગણી કરવામાં આવી છે.
ગૃહમંત્રાલય દ્વારા 3 શિફ્ટમાં સુરત એરપોર્ટની સુરક્ષા કરી શકાય તે માટે 360 જવાનો ફાળવવામાં આવ્યા હતા. ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ ફ્લાઈટ્સ અને પેસેન્જર ટ્રાફિક ઓછું હોવાનું કારણ ધરીને બે શિફ્ટમાં જવાનો પાસે કામ કરાવવાનું નક્કી કરી 260 જવાનો જ મોકલવા પત્ર લખ્યો છે. સુરત એરપોર્ટ પર દૈનિક 42 ફ્લાઇટ અને 1 લાખ પેસેન્જરનું ટ્રાફિક હોય ત્યારે ઓછા બંદોબસ્તની માંગણી વિવાદી છે.
રાજકોટ અને ભાવનગર જેવા ઓછા પેસેન્જર ટ્રાફિક ધરાવતા હોવા છતાં 250 જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત ધરાવે છે. ટેરર અટેક, વીઆઈપી અવરજવર, બોમ્બની ધમકી જેવા ખતરા સામે સીઆઇએસએફની સિક્યોરિટી જરૂરી છે. ભારતમાં એવું કોઈ એરપોર્ટ નથી જ્યાં માસિક એરાઇવલ અને ટેકઓફ થતી ફ્લાઈટમાં 1લાખથી વધુ યાત્રીઓની અવરજવર હોય અને સીઆઇએસએફની સુરક્ષા ન હોય. હાલ સુરત એરપોર્ટ પર દૈનિક 50 થી વધુ ફ્લાઈટનું આવાગમન થઇ રહ્યું છે છતાં આ સિક્યોરિટી લાવવા માટે અધિકારીઓ ઉણા ઉતર્યા છે. આ મામલે આગામી દિવસોમાં સાંસદોને પણ રજૂઆતો કરવામાં આવશે.
આ પણ વાંચો :