Gujarati NewsGujaratSurat: Pregnant woman wrote 1000 names and meanings of Lord Vishnu with silk thread
Surat : મહિલાએ કરી કમાલ : વિષ્ણુ ભગવાનના 1000 નામ અને અર્થ રેશમના દોરાથી લખી નાખ્યા, જુઓ કેવી દેખાશે નામાવલી
સગર્ભાવસ્થામાં સુરતની આ મહિલાએ કરેલું અનોખું સર્જન ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કર્યું છે.
Surat: Pregnant woman wrote 1000 names and meanings of Lord Vishnu with silk thread
Follow Us:
વિષ્ણુ ભગવાનના 1000 નામ અને તેના અર્થ ને રેશમના દોરા થી લખી સુરતના હેતલબેને આ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કર્યા છે. વિષ્ણુ સહસ્ત્રનામ માં વિષ્ણુ ભગવાન ના 1000 નામ નું સ્તવન કરવામાં આવ્યું છે. એક રીતે જોતા અશક્ય લાગે તેવા કાર્યને હેતલબેને પોતાની સગર્ભાવસ્થા દરમિયાન નવો જ આયામ આપ્યો છે.
સુરતના હેતલબેને પોતાની સગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન જન્માષ્ટમીનો ઉત્સવ આવતો હોય. કંઈક અલગ અને કંઈક નવું કરવાના હેતુથી તેમણે આ સર્જન કરવાનું વિચાર્યું હતું.
ઈશ્વરમાં ખૂબ જ આસ્થા રાખનાર હેતલબેને ત્રીજા મહિનાથી લઈ સાતમા મહિના સુધીમાં દરરોજનાં ત્રણ કલાકનાં શિસ્તબધ્ધ સમય ના આયોજન સાથે પોતાની ક્રિએટિવિટીના માધ્યમ દ્વારા ઘરની તમામ જવાબદારી ની સાથે આ અઘરા કાર્યને સાકાર કર્યું છે.
બાળકમાં ગર્ભાવસ્થા દરમિયાન શ્રેષ્ઠ ગુણો નું સિંચન કરવું હોય તો સૌ પ્રથમ માતાએ પોતાની જીવનશૈલી અને પોતાનાં કૌશલ્યને આયોજનબદ્ધ રીતે કરવાની મક્કમતા કેળવવી પડે..તો જ બાળકમાં નિયમિતતા અને પોતાના કાર્ય પ્રત્યે ની એકાગ્રતા કેળવી શકાય..અને બાળકના મન અને મસ્તિષ્કને વધુ સજાગ અને પ્રભાવી બનાવી શકાય..
હેતલબેન જણાવ્યું હતું કેઆ સમગ્ર વિચાર અને આઇડિયા તેમને ગર્ભ સંસ્કાર ના માર્ગદર્શન હેઠળ શક્ય બન્યું હતું..વિષ્ણુ સહસ્ત્રનામ માં 1000 નામ એટલે વિષ્ણુ ભગવાનના 1000 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે
કહેવાયું છે કે માતા જે વસ્તુ કેવિચાર નું ચિંતન સતત પોતાના મન અને મસ્તિષ્કમાં કરે છે તેની ખૂબ ઊંડી અસર બાળકના મન અને જીવનમાં સાકાર થાય છે..આ ઉમદા હેતુ સાથે આ વિચારને, આ કૌશલ્યને ઈશ્વરને સમર્પિત કર્યો છે.
તેમને વધુમાં ઉમેર્યું હતું કે તેઓ જયારે વિષ્ણુ ભગવાનના નામ લખતા હતા ત્યારે તો એક અલગ જ ભાવમાં હતા. એ અનુભૂતિ કાર્ય કરવાથી જ કરી શકાય છે.
હેતલબેને ડ્રોઈંગ બુકના એક એક પેજ પર રેશમના દોરાથી એક એક નામ લખ્યું છે. જે ફેવીકોલથી ચોંટાડવામાં આવ્યું છે. તેઓએ જન્માષ્ટમી પર આ નામાવલીની વિશેષ પૂજા કરી હતી.