સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ દ્વારા વેલેન્ટાઈન-ડેના દિવસ માટે જાહેર કર્યો આ ફતવો

સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ દ્વારા વેલેન્ટાઈન-ડેના દિવસ માટે જાહેર કર્યો આ ફતવો

દિવસે દિવસે લોકો આધુનિક બની રહ્યા છે પરંતુ કેટલાક લોકોની સંકુચિત માનસિક્તાનો શિકાર વિદ્યાર્થીઓ બની રહ્યા છે. સુરતમાં પણ આવું જ બન્યું છે. અહીં જિલ્લા શિક્ષણાધિકારીએ એવો ફતવો બહાર પાડ્યો છે કે, 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે નહીં પરંતુ માતૃ-પિતૃ દિન તરીકે ઉજવવામાં આવે. પોતાના તાબા હેઠળની જિલ્લાની તમામ શાળાઓને શિક્ષણાધિકારીએ આ પરિપત્ર મોકલી આપ્યો છે. અને પરિપત્ર પ્રમાણે ઉજવણી કરાઈ હોવાનો અહેવાલ પણ ડીઈઓ કચેરમાં મોકલવાનો શાળાઓને આદેશ કરાયો છે.

આ પણ વાંચોઃ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ઘાયલ મુસાફરને લેવા લોકો-પાયલટે અડધો કિમી ટ્રેન પાછળ દોડાવી!

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તમામ શાળાના આચાર્યોને ઉદ્દેશીને જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, વર્તમાન સમયમાં યુવાધન દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ અંધાનુકરણથી પ્રભાવિત થઇ રહ્યું છે. એવામાં આપણે બાળકોને બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવા સ્વ-સંસ્કૃતિના રક્ષણ અર્થે ૧૪ ફેબ્રુઆરીના રોજ માતા-પિતા પૂજન દિવસનો સંદેશ પાઠવવાનો છે. જેથી તમામ શાળાઓએ ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવાનો રહેશે. ત્યારબાદ કાર્યક્રમ, ઉજવણી અંગેનો અહેવાલ ફોટા સહિત કચેરીમાં રજૂ કરવાનો રહેશે. અહેવાલમાં કાર્યક્રમમાં ઉપસ્થિતિ વાલીની સંખ્યા, મહેમાનના નામ, કાર્યક્રમમાં કરવામાં આવેલી પ્રવૃતિનું વિવરણ, ફોટોગ્રાફ રજૂ કરવાના રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે, મહિલા અનુયાયી પર દુષ્કર્મ આચરનારા આસારામે ગુજરાતમાં વેલેન્ટાઈન ડેની ઉજવણીના બદલે માતા-પિતા તથા શિક્ષકના પૂજનનો દિવસ ગણી ઉજવવાનો કાર્યક્રમ આપ્યો હતો. જે તેમના જેલમાં જવા બાદ ક્રમશઃ ઘટતો ગયો. પણ હવે ઉત્સાહમાં આવેલા અધિકારીઓ પોતાની વિચારધારા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર થોપવા માગે છે. આ સુરતના આ અધિકારી છેલ્લા કેટલાક સમયથી વિચિત્ર પરિપત્રો જાહેર કરીને લોકોમાં અપ્રિય બની ગયા છે. અગાઉ તીડના પરિપત્ર વખતે વિવાદ થયો હતો. ત્યારબાદ ભોજન સમારોહમાં એઠવાડનો પરિપત્ર પણ વિવાદ પેદા કરી ગયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati