Surat Corona Latest: હીરાબજારમાં કોરોનાને અંકુશમાં લેવા CCTVનો સહારો, સુચનાનું પાલન કરાવવા તંત્ર મેદાનમાં

Surat Corona Latest: સુરતના હીરાબજારમાં કોરોનાને અંકુશમાં લેવા હવે CCTVની મદદ લેવાઈ છે. હીરા ઉદ્યોગમાં કોરોના વધુ ન ફેલાય તે માટે લોકો પાસે નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. મહિધરપુર હીરાબજારમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર હોય છે.

| Updated on: Mar 30, 2021 | 3:29 PM

Surat Corona Latest: સુરતના હીરાબજારમાં કોરોનાને અંકુશમાં લેવા હવે CCTVની મદદ લેવાઈ છે. હીરા ઉદ્યોગમાં કોરોના વધુ ન ફેલાય તે માટે લોકો પાસે નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. મહિધરપુર હીરાબજારમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર હોય છે. 10 હજારથી વધુ ઓફિસ ધરાવતા આ બજારમાં રોજના 70થી 80 હજાર લોકોની આવન-જાવન હોય છે. આ દરમિયાન ઘણા લોકો માસ્ક ન પહેરીને નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે પરંતુ હવેથી આવા લોકો પર CCTV કેમેરાની મદદથી બાજનજર રાખવામાં આવશે. અને જો કોઈ નિયમોનું પાલન ન કરે તો કંટ્રોલ રૂમમાંથી માઈક દ્વારા સૂચના આપવામાં આવશે.

 

સુરતમાં કોરોનાનું સંક્રમણ નાથવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી વધારી દેવામાં આવી છે. હીરા બજારમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા રેપીડ એન્ટીજન ટેસ્ટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જ્યાં હીરા બજારના કર્મચારીઓ સહિત બહાર ગામથી આવતા લોકો પણ કોરોના ટેસ્ટ કરાવી શકે છે. આ ઉપરાંત વેક્સિનેસનની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવી છે.

જણાવવું રહ્યું કે રાજ્યમાં માતેલા સાંઢની જેમ આક્રમક બનેલા કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો નોંધાયો છે જોકે પોઝિટિવ કેસનો આંક સતત  2 હજારને પાર નોંધાયો. રાજ્યમાં 2,252 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાથી 8 દર્દીઓના મોત નિપજ્યા હતા.  1,731 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે, ત્યારે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 86 હજાર 577ને પાર પહોંચી છે. જોકે દુર્ભાગ્યપૂર્ણ રીતે સાજા થવાનો દર ઘટીને 94.54 ટકાએ પહોંચ્યો છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 12,041 પર પહોંચી છે તો વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 149 થઇ છે.

જ્યારે નવ મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,500 પર પહોંચ્યો છે. મહાનગરોની સ્થિતિની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 677 કેસ સાથે 3 દર્દીઓના મોત થયા. અમદાવાદમાં 3 દર્દીના મોત સાથે નવા 612 કેસ નોંધાયા તો વડોદરામાં 236 કેસ નોંધાયા જ્યારે રાજકોટમાં 242 કેસ સાથે 1 દર્દીનું મોત થયું તો પંચમહાલમાં પણ કોરોનાએ એકનો ભોગ લીધો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">