Surat : અડાજણના BAPS મંદિરમાં કોરોનાનો પ્રવેશ, ભક્તો માટે પ્રવેશ બંધ

સુરતના Surat અડાજણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરને ભક્તો માટે હાલ બંધ કરી દેવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ કર્યો છે. અડાજણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના 15 સાધુઓને કોરોના થયો છે.

| Updated on: Apr 02, 2021 | 10:29 AM

ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાંથી કોરોનાના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. સુરતના Surat અડાજણ વિસ્તારના BAPS મંદિરના 15 સાધુને કોરોના થતા, મંદિરના અન્ય સ્વામી સહીત ભક્તોમાં કોરોનાનો ભય પ્રસરી જવા પામ્યો છે. અડાજણના સ્વામિનારાયરણ મંદિરના 15 સાધુના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર હરકતમાં આવ્યુ છે.

સુરતના અડાજણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરને ભક્તો માટે હાલ બંધ કરી દેવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ કર્યો છે. સાથોસાથ કોરોના પોઝીટીવ આવેલા સાધુઓના સંપર્કમાં જે કોઈ ભક્તગણ આવ્યા હોય તેવા ભક્તોના કોરોના રિપોર્ટ કરાવવા માટે તજવીજ હાથ ધરી છે. કોરોના પોઝીટીવ સાધુઓના સંપર્કમાં ન આવેલા પરંતુ નિયમિત મંદિરે દર્શન કરવા આવતા હરિભક્તોને જો કોઈ કોરોનાના નવા લક્ષણો પૈકી કોઈ લક્ષણો જણાય તો સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવવી લેવા અપીલ કરાઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">