Surat: પાંડેસરાના માતા-બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા, સહ આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ

સુરતના પાંડેસરામાં ચકચારી માતા-બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા, સહ આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ છે.

Surat: પાંડેસરાના માતા-બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા, સહ આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ
Surat court sentenced the accused to death
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 07, 2022 | 2:11 PM

સુરત (Surat)ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ (Rape) બાદ હત્યાના (Murder)કેસમાં સુરત કોર્ટે (Surat court) મુખ્ય આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. તો સહ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સુરત કોર્ટે ચકચારી માતા-બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસના આરોપી હર્ષ સહાય ગુર્જર અને તેને મદદગારી કરનારા હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા હતા.

માતા અને બાળકી રેપ વિથ હત્યા કેસમાં મુખ્ય આરોપીને ફાંસી અને મદદગાર આરોપીને આજીવન કેદની સજા પાંડેસરામાં ચકચારીત માતા બાળકી પર રેપ બાદ હત્યા મામલે સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં મુખ્ય આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર ને ફાંસી સજા ફરમાવવામાં આવી છે ત્યારે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જર આજીવન કેદની સજા ની ફરમાન સુરત કોર્ટ કર્યો છે.બે દિવસ પહેલા સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર ને દોષિત ઠેરવ્યો.આરોપી ને કેટલી સજા કરવામાં આવે તે બાબતે બંને પક્ષોની રજૂઆત નામદાર કોર્ટ સાંભળી હતી આરોપી એ બાળકી માતા ની હત્યા બાદ બાળકી સાથે 10 દિવસ સુધી દુષ્કર્મ કર્યું હતું બાદ માં હત્યા કરી હતી.આરોપીને ફાંસી સજા થયા તેવી માંગ સરકારી વકીલે કરી હતી.

સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આ આ કેસમાં કુલ 43 સાક્ષીઓને તપાસીને તેની જુબાની લેવામાં આવી હતી અને 120 જેટલા દસ્તાવેજો કોર્ટ સમક્ષ ૨જૂ કરવામાં આવ્યા હતા . દરમિયાન એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ પોક્સો એ. એચ. ધામાણી સમક્ષ ટ્રાયલ ચાલી હતી. જેમાં આરોપીએ ગુનો કર્યો હોવાનું પુરવાર થયું હતું..આજે સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે…

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ કેસની વિગતો પ્રમાણે એપ્રિલ 2018 માં બાળકી અને માતાની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હતી. આ ઘટનાના 4 દિવસ બાદ પુત્રીની લાશ મળી આવી હતી. બંને માતા પુત્રીની ત્યારે ઓળખ થઈ શકી નહોતી તેથી બંને વચ્ચે વચ્ચે કનેક્શન હોવાની પોલીસને પુરેપુરી શંકા હતી. બંનેની ઓળખ માટે પાંડેસરા પોલીસે સમગ્ર દેશમાં 6500 પોસ્ટર લગાવ્યા હતાં. જોકે, 56 સેકન્ડના સીસીટીવી ફુટેજને આધારે સમગ્ર કેસ ડિટેકટ થયો હતો અને આરોપી પકડાયો હતો. આ કેસમાં પોલીસે 43 સાક્ષીઓ, 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

આ ચકચારી કેસની વિગત મુજબ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા હર્ષસહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને સુરત લાવ્યો હતો.આ માતા – પુત્રીને પહેલાં પરવટ પાટિયાના અનુપમ હાઇસ્ટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં કામરેજ નજીક માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર -17 ના એક ખાલી ફલેટમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી.

મહિલા અને હર્ષસહાય વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા જેથી હર્ષસહાય મહિલાની તેની પુત્રીની નજર સામે જ હત્યા કરી નાખી હતી .બાદમાં મહિલાની પુત્રીને તેના ઘરે લઇ ગયો હતો અને તેની પર અવારનવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું.માતા પુત્રીની મૃતદેહ અલગ અલગ વિસ્તારોમાંથી ઝાડીમાંથી મળી આવ્યો હતો. બાળકી અને માતાની ઓળખ ડીએનએ ટેસ્ટથી થઇ હતી. બાળકીના શરીરે 78 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા.

એટલું જ નહીં તેને માર મારી રોજ અત્યાચાર ગુજારવામાં આવતો બાળાનું પણ મૃત્યુ થતાં હર્ષસહાય ગુર્જરે તેના ડ્રાઈવર હરિઓમ ગુર્જરની સહાયથી છોકરીની લાશ ને ભેસ્તાનના ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ફેંકી દીધી હતી.

આ પણ વાંચો-

રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં થયો વધારો

આ પણ વાંચો-

Ahmedabad: બાગબાન ગ્રુપ પર IT વિભાગના દરોડા, 31 સ્થળોએ તપાસ સહિતની કાર્યવાહી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">