Ahmedabad: બાગબાન ગ્રુપ પર IT વિભાગના દરોડા, 31 સ્થળોએ તપાસ સહિતની કાર્યવાહી

Ahmedabad: બાગબાન ગ્રુપ પર IT વિભાગના દરોડા, 31 સ્થળોએ તપાસ સહિતની કાર્યવાહી

| Updated on: Mar 07, 2022 | 11:50 AM

31 સ્થળોએ આઇટી વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. લગભગ ૧૦૦ જેટલા અધિકારી અને આઇટી વિભાગના કર્મીઓ હાજર છે.

અમદાવાદ (Ahmedabad)માં આવકવેરા વિભાગ (Income Tax) ફરી સક્રિય થયું છે. અમદાવાદના બાગબાન ગ્રુપને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સકંજામાં લીધું છે. એકથી વધુ સ્થળે સવારથી દરોડા કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદના જાણીતા બાગબાન ગ્રુપને ત્યાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ (Search Operation) શરૂ કરાઈ છે. આવકવેરા વિભાગે બાગબાન ગ્રુપ પર દરોડા પાડ્યા છે.

અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં લગભગ 31 સ્થળોએ આઇટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણીતા ગ્રુપ બાગબાનના ઘર અને ઓફિસના ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યુ છે. આ તપાસમાં લગભગ 100 જેટલા અધિકારી અને આઇટી વિભાગના કર્મીઓ જોડાયેલા છે.

IT વિભાગની ટીમો દ્વારા થઈ રહેલી કાર્યવાહીમાં બેનામી વ્યવહારો અંગે તપાસ કરવામાં આવશે. IT વિભાગની ટીમો 31 સ્થળે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન દસ્તાવેજી તેમજ ઇલેક્ટ્રોનિક આ માધ્યમોથી પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી કરશે.. કાર્યવાહી બાદ આઇટી વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવશે કે કયા પ્રકારે અને કેટલી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવ્યા છે..

આ પહેલા અમદાવાદના 3 જાણીતા બિલ્ડર જૂથ શિવાલિક, શિલ્પ, શારદા પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના 150 અધિકારીઓએ પાડેલા દરોડા દરમિયાન એક કરોડ રૂપિયાની રોકડ અને 20 બેંક લોકર સીલ કરવામાં આવ્યા હતા. તો બિલ્ડર જૂથનો મહત્વનો ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયો હતો. IT અધિકારીઓને 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ પણ મળ્યાં હતા.

આ પણ વાંચો-

વ્યવસાય વેરા નાબુદી અંગે રત્નકલાકારોને સરકારે ફરી આપ્યું લોલીપોપ! અનેક રજૂઆત ગઈ પાણીમાં

આ પણ વાંચો-

Corona Update : સુરત જિલ્લો બન્યો કોરોના ફ્રી , સુરત શહેરમાં ફક્ત એક જ કેસ, રિકવરી રેટ 98 ટકાને પાર

Published on: Mar 07, 2022 10:21 AM
g clip-path="url(#clip0_868_265)">