જેલ જતાં પહેલા અલ્પેશે કેમ કહ્યું ‘જીવીશ તો મળીશું’? ભૂગર્ભમાં ઉતરી ગયેલા અલ્પેશ કથીરિયાને મિત્રના લગ્નમાં હાજરી આપવી પડી ભારે, જુઓ VIDEO
શરતી જામીન રદ થયા બાદ છેલ્લા ઘણાં સમયથી અલ્પેશ ભૂગર્ભમાં હતો. જોકે, બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે મિત્રના લગ્નમાંથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર સામે રાજદ્રોહ સહિતના ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. અમરોલી રાજદ્રોહના કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને 3 મહિના અને 20 દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા હતા. જોકે, જામીન મળ્યાના થોડા દિવસોમાં અલ્પેશ […]
શરતી જામીન રદ થયા બાદ છેલ્લા ઘણાં સમયથી અલ્પેશ ભૂગર્ભમાં હતો. જોકે, બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે મિત્રના લગ્નમાંથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર સામે રાજદ્રોહ સહિતના ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા.
અમરોલી રાજદ્રોહના કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને 3 મહિના અને 20 દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા હતા. જોકે, જામીન મળ્યાના થોડા દિવસોમાં અલ્પેશ કથીરિયાનો વરાછામાં ટ્રાફિક પોલીસ સાથે વિવાદ થયા બાદ અલ્પેશ વિરુદ્ધ ઉપરા-છાપરી 5 ગુના નોંધાયા હતા. તેના આધારે પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી.
જુઓ VIDEO:
ત્યારબાદ અલ્પેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ઝાલાને માહિતી મળી કે સુરત ખાતે અલ્પેશ તેના મિત્રના લગ્નમાં આવવનો છે જેના આધારે પોલીસે વેલંજાથી અલ્પેશની ધરપકડ કરી.
જુઓ VIDEO:
અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી સુરત ખાતે આવેલી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લાવવામાં આવ્યો. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી હાલ અલ્પેશને સુરત લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો છે. એ સમય દરમિયાન જ અલ્પેશે મીડિયા સમક્ષ કીધું કે “જીવીશ તો મળીશું.”
કોર્ટમાંથી બહાર નીકળતાં અલ્પેશે કહ્યું કે જીવીશ તો મળીશું. ત્યારે હવે એ અટકળો શરૂ થઈ ગઈ છે કે આખરે અલ્પેશે આવું નિવેદન કેમ આપ્યું અને તેનું આ નિવેદન શું સંકેત આપે છે.
[yop_poll id=1557]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]