Surat : તાપીનાં શુદ્ધિકરણનાં નામે ખાતર પર દિવેલ જેવો ઘાટ, 3 વર્ષમાં 223.05 કરોડ ખર્ચાયા છતા તાપી ગંદી, હવે 101 કરોડની ગ્રાન્ટની રાહ

|

Apr 11, 2022 | 9:36 AM

હજુ સુધી તાપીમાં(Tapi River ) ગટરના પાણીના નિકાલ માટે એક પણ આઉટલેટ બંધ કરવામાં આવ્યું નથી. પમ્પિંગ સ્ટેશન માટે સ્થળની ઓળખ કરવામાં આવી છે. આશરે રૂ.101 કરોડની ગ્રાન્ટ બાકી છે. ગ્રાન્ટ આવ્યા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવશે. 

Surat : તાપીનાં શુદ્ધિકરણનાં નામે ખાતર પર દિવેલ જેવો ઘાટ, 3 વર્ષમાં 223.05 કરોડ ખર્ચાયા છતા તાપી ગંદી, હવે 101 કરોડની ગ્રાન્ટની રાહ
Tapi River in Surat (File Image )

Follow us on

શહેરને(Surat ) પીવાનું પાણી પુરૂ પાડતી તાપી (Tapi )નદીના શુદ્ધિકરણનો પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ ચાલી રહ્યો છે. દરરોજ 44 આઉટલેટમાંથી 370 MLD ગટરનું પાણી તાપીને પ્રદૂષિત(Pollute ) કરી રહ્યું છે. આ આઉટલેટ્સ કાકરાપારથી ONGC બ્રિજ સુધી નદીની બંને બાજુએ છે. આની જાણકારી છતાં બે વર્ષમાં એક પણ આઉટલેટ બંધ થઈ શક્યું નથી. સરકાર તરફથી 101 કરોડની ગ્રાન્ટ મળવાની બાકી હોવાનું અધિકારીઓ હવે કહી રહ્યા છે. જો આ ગ્રાન્ટ મળે તો કામગીરી શરૂ કરવામાં આવશે. તાપી નદીના પાણીની ગુણવત્તા અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર અટકાવવા માટે કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા રૂ. 971.25 કરોડના તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.

તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારના 583.63 કરોડ રૂ. રાજ્ય સરકારના 183.81 કરોડ અને મહાનગરપાલિકાના 183.81 કરોડ ખર્ચાશે. ચાર વર્ષ પહેલા તત્કાલિન મહેસૂલ મંત્રી કૌશિક પટેલે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. પરંતુ તેને વેગ મળ્યો ન હતો. માત્ર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની જગ્યાની ઓળખ કરવામાં આવી છે અને તેનો કબજો લેવામાં આવ્યો છે. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી, નાળાઓ અને ખાડીઓમાંથી દૂષિત પાણી તાપીમાં પ્રવેશવાનું બંધ કરશે. તેનાથી નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થશે.

ગટરના પાણીના ઇન્ટર-ડાઇવર્ઝનના 5 કામ આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો દાવો

મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર તાપી નદીના બંને કિનારે આવેલા આઉટલેટ્સમાંથી ગટરના પાણીના આંતર-ડાઇવર્ઝનના 5 કામ ચાલી રહ્યા છે. 130.64 કરોડ આવતા વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. સુડા વિસ્તારમાં તાપીને અસર કરતા ગામડાઓમાં સુએઝ પમ્પિંગ સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ ગ્રેવીટી નેટવર્ક વગેરે ડ્રેનેજ પ્રોજેક્ટ પર કુલ રૂ. 740.18 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ડિસેમ્બર 2023 ના અંત સુધીમાં સમગ્ર સુડા પ્રદેશ માટે ડ્રેનેજ કોમ્પ્રીહેન્સિવ સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ડ્રેનેજ લાઇન બંધ કરવાની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરાશે

પાલિકાનું કહેવું છે કે તાપી નદીને શુદ્ધ રાખવા માટે ગંદા પાણીના આઉટલેટ અને નાળા ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે. 37 પમ્પિંગ સ્ટેશન અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. આ દ્વારા તાપીમાં પડતા ગટરના 370 એમએલડી પાણીને શુદ્ધ કરવામાં આવશે.

46 સુએજ પમ્પિંગ સ્ટેશન અને 24 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે

સુડાએ દાવો કર્યો છે કે તેના વિસ્તારમાં આવતા વાલક, વરાછા અને ગઢપુર ખાડીના પ્રદૂષિત પાણીને તાપી નદીમાં જતા અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુડા વતી 45 કરોડનો ખર્ચ કરીને ખાડીઓમાંથી 135 એમએલડી પ્રદૂષિત પાણી તાપીમાં જતું અટકાવવામાં આવ્યું છે.

હજુ સુધી આઉટલેટ બંધ કર્યા નથી, હજુ ગ્રાન્ટની રાહ જોઈ રહ્યા છીએ

તાપી શુદ્ધીકરણના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા પ્રમાણે હજુ સુધી તાપીમાં ગટરના પાણીના નિકાલ માટે એક પણ આઉટલેટ બંધ કરવામાં આવ્યું નથી. પમ્પિંગ સ્ટેશન માટે સ્થળની ઓળખ કરવામાં આવી છે. આશરે રૂ.101 કરોડની ગ્રાન્ટ બાકી છે. ગ્રાન્ટ આવ્યા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો-Porbandar : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજથી માધવપુરના મેળાનો થશે પ્રારંભ, મેળાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આ પણ વાંચો-આજે 954 કેન્દ્રો પર LRDની પરીક્ષા યોજાશે, પેપર ફૂટે નહીં તે માટે ચાંપતો બંદોબસ્ત, રાજ્યભરમાંથી 2.9 લાખ ઉમેદવારો ભાગ લેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article