આજે 954 કેન્દ્રો પર LRDની પરીક્ષા યોજાશે, પેપર ફૂટે નહીં તે માટે ચાંપતો બંદોબસ્ત, રાજ્યભરમાંથી 2.9 લાખ ઉમેદવારો ભાગ લેશે
LRD બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે દરેક સેન્ટરમાં પરીક્ષા પેપર ઉમેદવારોની હાજરીમાં ખુલશે અને એમની હાજરીમાં જ OMR સિલ કરાશે. કેટલાક તત્વો જે પરીક્ષાને ડહોળે છે એની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ ભૂલ છાવરવામાં આવશે નહીં અને કોઈ ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.
ગુજરાતમાં (Gujarat) આજે બપોરે 12:00થી 2:00 દરમિયાન લોકરક્ષક દળની (Lok Rakshak Dal) પરીક્ષા યોજવવાની છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગરમાં કુલ 954 કેન્દ્ર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 2.95 લાખ ઉમેદવારો એલઆરડીની પરીક્ષા (LRD Exam) આપશે. વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને પગલે ગુજરાત પોલીસ (Police) પણ આ પરીક્ષાને લઇને ખૂબ કાળજી લઇ રહી છે. તમામ પરીક્ષા સેન્ટર ઉપર ઝડબેસલાક વ્યવસ્થા રહેશે. દરેક સેન્ટર ઉપર 1 પીઆઈ અને 20થી 22 કોન્સ્ટેબલનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસના ઉચ્ચ અધિકારી હસમુખ પટેલની આગેવાનીમાં પરીક્ષા યોજાશે.
LRD બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે LRDની લેખિત પરીક્ષાની તૈયારી થઈ ગઈ છે. કોઈ જગ્યાએ ગેરરીતિ ન થાય એ માટે એક એક વર્ગ ખંડમાં એક જ જિલ્લાના વિદ્યાર્થી ન હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ઉમેદવારોને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ આપવામાં આવશે. કોઈ મોબાઈલ કે ડીવાઇસ અંદર ન જાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક રૂમમાં પાણીની વ્યવસ્થા ગોઠવાઈ છે. સાથે દરેક પરીક્ષા ખંડમાં cctv કેમરા લગાવવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે દરેક સેન્ટરમાં પરીક્ષા પેપર ઉમેદવારોની હાજરીમાં ખુલશે અને એમની હાજરીમાં જ OMR સિલ કરાશે. ઉમેદવારો સારા વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે એ રીતે કામગીરી કરાઈ છે. કેટલાક તત્વો જે પરીક્ષાને ડહોળે છે એની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ ભૂલ છાવરવામાં આવશે નહીં અને કોઈ ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. પરીક્ષા પૂર્ણ થશે એમ તરત જ OMR સ્કેનિંગ ચાલુ કરવામાં આવશે.
આ પરીક્ષા માટે 2.95 લાખ કોલ લેટર ઈશ્યુ કરાયા છે. કુલ 954 કેન્દ્રો પર બપોરે 12 થી 2 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. તમામ ઉમેદવારે 9:30 વાગ્યા સુધીમાં પરીક્ષા સ્થળ પર પહોંચવાનું રહેશે. જે મોડા આવશે એમને પ્રવેશ આપવામાં આવશે નહીં. 12 વાગ્યે પેપર શરૂ થાય તેના પહેલા 10 મીનીટ અગાઉ ઉમેદવારોને OMR સીટ આપી દેવામાં આવશે. જેથી કોઈપણ ઉમેદવારોને સમયની ઘટ પડે નહીં અને તમામ પ્રાથમિક વિગતો જેમાં સીટ નંબર બેઠક નંબર તમામ પ્રકારની માહિતી ભરવાની રહેશે.
Gujarat માં LRD પરિક્ષાર્થીઓ માટે એસટી વિભાગે કર્યું વિશેષ આયોજન
પરીક્ષાર્થીઓ માટે એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજનના ભાગ રૂપે પરીક્ષાર્થી ઓને જવા અને આવવા માટે બસ મળી રહે તે માટે વધારાની બસ દોડાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક ડિવિઝનને સુચના પણ આપી દેવામાં આવી છે કે બસ સ્ટેશન પરથી પેસેન્જરને લેતી વખતે પરીક્ષાર્થીને પ્રાયોરિટી આપવામાં આવે. તેમજ માર્ગમાં પરીક્ષા કેન્દ્ર આવતા હોય તો પરીક્ષાર્થી કહે તો બસ રોકી ઉતારી દેવા પણ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ પોરબંદરનું માધવપુર ગામ શણગારવામાં આવ્યું, શ્રી કૃષ્ણ-રૂકમણી લગ્નની પરંપરા ઉજવાશે
આ પણ વાંચોઃ Panchmahal : દાહોદમાં ઈંધણના ભાવ ઓછા હોવાથી સરહદી રાજયોના વાહનચાલકોની પેટ્રોલ ભરાવવા ભીડ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો