Porbandar : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજથી માધવપુરના મેળાનો થશે પ્રારંભ, મેળાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા આ ભાતીગળ મેળાથી શ્રદ્ધાળુઓને ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેનું મહત્વ જણાવ્યું હતુ.

Porbandar : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજથી માધવપુરના મેળાનો થશે પ્રારંભ, મેળાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
President Ram Nath Kovind (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 12:21 PM

પોરબંદરના (Porbandar) સુપ્રસિદ્ધ માધવપુર ખાતેના મેળાને (Madhavpur Fair)આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ખુલ્લો મુકશે. રાષ્ટ્રપતિ ઉપરાંત પૂર્વના રાજ્યોના મુખ્યપ્રધાનો પણ આ વર્ષે માધવપુરના મેળામાં જોડાવાના છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના સંયુક્ત પણે તૈયારીઓ કરી લીધી છે. માધવપુરમાં આજે રામના જન્મદિને કૃષ્ણના લગ્નનો માંડવો રોપાશે. મણીજી નું તેડું થશે તથા માધવરાય નિજ મંદિરેથી આજથી ત્રણ દિવસ સુધી આ મેળા અંતર્ગત કાર્યક્રમો યોજાશે.

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે. મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો મહેમાન તરીકે પધારવાના છે. તેમજ મેળામાં આવનાર ભાવિકો પ્રવાસીઓ માટે ઉત્તર પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક સમન્વયને જોડતી ગરિમામય સાંસ્કૃતિઓ પણ રજૂ થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તમામ કાર્યક્રમોને લઈને પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુરનુ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રીકૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.

સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા આ ભાતીગળ મેળાથી શ્રદ્ધાળુઓને ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેનું મહત્વ જણાવ્યું હતુ. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કાંઠે આવેલા માધવપુર ઘેડ ખાતે યોજાતો પરંપરાગત મેળાને રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે પ્રસ્થાપિત કરવા કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વ વિકાસ મંત્રાલય અને ગુજરાતના યુવા સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ- સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ મલ્ટી મીડિયા શો, ઈન્ડેક્સ સી દ્વારા એકઝીબીશન, ચાર દિવસ સુધી વિવિધ થીમ પર એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાશે.

આ પણ વાંચો-ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કરનાર સંજેલીના ચાર યુવાનોને LCBએ ઝડપી લીધા

આ પણ વાંચો-Banaskantha: નડાબેટ બોર્ડર પર આજે સીમા દર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ, પ્રવાસીઓ રીટ્રીટ સહિતના આકર્ષણો માણી શકશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">