Surat Ganesh Utsav 2021: સુરતમાં ગણેશ ઉત્સવને લઈ તૈયારીઓ શરૂ, પ્રતિમાના વિસર્જન માટે વિવિધ ઝોનમાં 18 કૃત્રિમ તળાવ બનાવાશે
ગણેશ વિસર્જન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સાત ઝોનમાં 18 કૃત્રિમ તળાવ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Surat Ganesh Utsav 2021: રાજ્ય સરકાર દ્વારા ગણેશ ઉત્સવ દરમ્યાન રાત્રી કર્ફ્યુની મુદ્દતમાં છૂટછાટ સહીત ગણેશ ઉત્સવ(Ganesh Utsav ) માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્દેશ પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે કોરોના ગાઇડલાઇન તથા પોલીસ કમિશનરના જાહેરનામાના અમલ સાથે વિસર્જન કાર્ય સરળ બને તે હેતુથી સાત ઝોનમાં કુલ અઢાર કૃત્રિમ તળાવ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બે અઠવાડિયા પહેલા સુરત મહાનગપાલિકા દ્વારા એકપણ કૃત્રિમ તળાવ(Artificial Pond ) બનાવવામાં નહીં આવશે તેવા નિર્દેશો આપવામાં આવ્યા હતા. પરંતુ ગણેશ ઉત્સવ સાથે રાજ્યભરમાં લોકોની મોટી ધાર્મિક લાગણી સંકળાયેલી હોવાથી રાજ્ય સરકાર દ્વારા ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીને છૂટ આપવામાં આવી છે. જોકે તે માટે રાત્રી કર્ફ્યુ વધારવાથી લઈને બીજી ગાઇડલાઇન(Corona Guideline ) પણ બહાર પાડવામાં આવી છે.
આ જાહેરાત થયાના બીજા જ દિવસે મહાનગરપાલિકા દ્વારા પણ કોરોનાની ગાઈડલાઇનના અમલ સહીત વિસર્જન માટેની વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાની એ વિવિધ ઝોન, અને વિભાગોને ગણેશ ઉત્સવ દરમ્યાન કોરોનાની ગાઈડલાઈનની જાળવણી તથા કૃત્રિમ તળાવ બનાવવા, વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવાની વગેરે અંગેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
અઠવા ઝોનમાં ડુમસના કાંદી ફળીયા, સરસાણા, સેન્ટ્રલ ઝોનમાં ડક્કાઓવારા વરાછા ઝોનમાં સીમાડા, સરથાણા, મોટાવરાછા રામચોક પાસે લીંબાયતમાં નવાગામ ડિંડોલી ઉધનામાં ભેસ્તાન ફાયરસ્ટેશન પાસે, જૂની સબજેલ રિંગરોડ પાસે, સચિન સુદ સેક્ટર-3માં રાંદેરમાં પાલ આરટીઓ પાસે, જહાંગીરપુરા, ઇસ્કોન મંદિર પાસે કતારગામમાં એચ-4 ઇડબ્લ્યુએસ આવાસ પાસે, સિંગણપોર કોઝવે, વણઝારાવાસ ઓવારા, ઉતરાણ મૌની સ્કૂલ પાસે અને લંકાવિજય ઓવારા પાસે કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ દરેક ઝોન વાઈઝ લોકેશન તૈયાર કરવામાં આવ્યા છે. જો લોકેશનમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉભી થાય તો તાકીદે ઝોનલ ચીફ કક્ષાએ નિર્ણય કરીને વૈકલ્પિક લોકેશન નક્કી કરવાનું રહેશે.
આ પણ વાંચો :
Surat : સુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું થશે ખાનગીકરણ, સુવિધામાં થશે વધારો
આ પણ વાંચો :