AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : 110 વર્ષ જૂની છુક છુક ગાડી: બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન મુસાફરોની પહેલી પસંદ બની, રેલવે માટે આવકનો નવો સ્ત્રોત

ડાંગ જવા માટે મુસાફરોની પહેલી પસંદ બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન જ છે. વિસ્તાડોમ એસી કોચનું ભાડું લગભગ 560 રૂપિયા અને જનરલ કોચનું ભાડું ફક્ત 40 રૂપિયા છે.

Surat : 110 વર્ષ જૂની છુક છુક ગાડી: બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન મુસાફરોની પહેલી પસંદ બની, રેલવે માટે આવકનો નવો સ્ત્રોત
Narrow gauge train
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:01 PM
Share

દિવાળીના (Diwali) સમયમાં દક્ષિણ ગુજરાતના ડાંગ (Dang) જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જેના માટે 110 વર્ષ જૂની બિલીમોરા વધઈ નેરોગેજ ટ્રેન (Narrow Gauge Train) પર્યટકોની પહેલી પસંદ બની હતી. પશ્ચિમ રેલવેએ 4થી સપ્ટેમ્બરથી વિસ્તાડોમ એસીના એક કોચની સાથે ટ્રેનની શરૂઆત કરી હતી. જેમાં ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 20,818 જેટલા મુસાફરોએ સફર કરી હતી અને રેલવેને તેનાથી 1.83 લાખની આવક થઈ છે.

રેલવે અને ટેક્સ્ટાઈલ મંત્રી દર્શન જરદોશે આદિવાસીઓ માટે લાઈફલાઈન કહેવાતી બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનને 4 સપ્ટેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. પહેલી જ ટ્રીપમાં નવા રૂપરંગ સાથે શરૂ થયેલી ટ્રેનને લઈને મુસાફરોમાં ગજબનો  ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ટ્રેન ડાંગ જિલ્લામાં વઘઈ અને નવસારી જિલ્લામાં બિલીમોરા વચ્ચે પર્વતીય વિસ્તારોમાં રહેનારા આદિવાસી લોકો માટેની લોકપ્રિય ટ્રેન છે. કોરોના સમય દરમ્યાન આ ટ્રેન બંધ થઈ જવાના કારણે લોકોને ખુબ મુશ્કેલી વેઠવી પડી હતી. પરંતુ હવે આ જ ટ્રેન પશ્ચિમ રેલવે માટે આવકનો નવો સ્ત્રોત બની ગઈ છે.

દિવાળી વેકેશન દરમ્યાન મુસાફરો મોટી સંખ્યામાં આ ટ્રેન મારફતે ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા પહોંચ્યા હતા. ત્યાં જ ડાંગ જવા માટે મુસાફરોની પહેલી પસંદ બિલીમોરા, વઘઈ નેરોગેજ ટ્રેન જ છે. વિસ્તાડોમ એસી કોચનું ભાડું લગભગ 560 રૂપિયા અને જનરલ કોચનું ભાડું ફક્ત 40 રૂપિયા છે.

સપ્ટેમ્બર મહિનામાં એસી કોચમાં 4,115 મુસાફરોએ મુસાફરી કરી હતી. જનરલ કોચમાં 5,431 લોકોએ સફર કરી હતી. જેનાથી 1.78 લાખની આવક થઈ હતી. ઓક્ટોબરમાં એસી અને જનરલ બંને કોચમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. નવેમ્બર મહિનામાં દિવાળી પછી ફરી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 27 દિવસોમાં જ એસી કોચમાં 207 અને જનરલ કોચમાં 9 હજાર કરતા વધુ લોકોએ મુસાફરી કરી છે.

ટ્રેક મજબૂત કરીને અને સ્પીડ વધારવાથી હજી વધશે ટ્રાફિક 

પશ્ચિમ રેલવે માટે બિલીમોરા વઘઈ નેરોગેજ લાઈન નુકસાનમાં જનારી ટ્રેન હતી અને રેલવે બોર્ડે આ રૂટને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આદિવાસી સમાજ અને જનપ્રતિનિધિઓની માંગ બાદ રેલવે બોર્ડે તેને હેરિટેજ લાઈન જાહેર કરીને ટ્રેન ફરી શરૂ કરી છે. ગુજરાત પર્યટન વિભાગ, પશ્ચિમ રેલવે અને આઈઆરટીસી મળીને જો પ્રયાસ કરે તો આ રૂટને હજી સારી રીતે ડેવલપ કરી શકાય છે. નેરોગેજ લઈને મજબૂતી આપીને ટ્રેનની ઝડપ 25 કિમિ પ્રતિ કલાક પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો : Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

આ પણ વાંચો : Surat : વિન્ટર સીઝનમાં યુરોપિયન દેશોમાં કોલસાની માગમાં વધારો, ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થતા પ્રોસેસર્સની હાલત કફોડી

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">