Surat : વિન્ટર સીઝનમાં યુરોપિયન દેશોમાં કોલસાની માગમાં વધારો, ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થતા પ્રોસેસર્સની હાલત કફોડી

શહેરના પ્રોસેસર્સને હાલમાં કોલસાની કોઈ અછતનો સામનો કરવો પડી રહ્યો નથી, પરંતુ તેઓ ઊંચી કિંમત ચૂકવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોલસાનું બુકિંગ ત્રણ દિવસ પહેલા કરાવવાનું હોય છે અને ડિલિવરીના દિવસે કિંમત પ્રમાણે પેમેન્ટ કરવાનું હોય છે.

Surat : વિન્ટર સીઝનમાં યુરોપિયન દેશોમાં કોલસાની માગમાં વધારો, ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થતા પ્રોસેસર્સની હાલત કફોડી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 5:33 PM

પ્રોસેસિંગ યુનિટના (Processing Unit) સંચાલકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઈન્ડોનેશિયાથી (Indonesia) આયાત થતા કોલસામાં (Coal) કોલ માઈનીંગ કંપનીએ દિવાળી બાદ ભાવ ઘટાડી દીધા હતા. પરંતુ યુરોપિયન દેશોમાં શિયાળાના કારણે કોલસાની માગમાં વધારો થતાં ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો છે. સુરતના ટેક્સટાઇલ પ્રોસેસર્સ હવે જોબ ચાર્જ ઘટાડવાને બદલે વધારવાનું વિચારી રહ્યા છે.

યુરોપમાં શિયાળાની શરૂઆત થતાં જ તાપમાન માઈનસ ડિગ્રીએ પહોંચી જતાં ત્યાં કોલસાની માગ સામાન્ય દિવસોની સરખામણીએ વધી છે. મોટાભાગના કોલસાની આયાત ઇન્ડોનેશિયાથી યુરોપિયન દેશોમાં કરવામાં આવે છે, જ્યારે ટેક્સટાઇલ હબ સુરત સાથે સંકળાયેલા પ્રોસેસર્સ અને વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતો કોલસો પણ ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે.

ઇન્ડોનેશિયન કોલ માઇનિંગ કંપનીઓએ દિવાળી પછી કોલસાના ભાવમાં ઘટાડો કર્યો હતો, પરંતુ યુરોપમાં વધતી માગને કારણે કિંમતોમાં 7 થી 8 ટકાનો વધારો થયો હતો. આ સ્થિતિમાં સુરતના કાપડના વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. કોલસાના ભાવમાં વધારો થવાને કારણે પ્રોસેસર્સ અને ટ્રેડર્સ વચ્ચે પ્રોસેસિંગ ચાર્જ અંગે વિવાદ થયો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ સ્થિતિમાં ટેક્સટાઇલ પ્રોસેસર્સે જણાવ્યું હતું કે 10 થી 15 દિવસમાં ઘટાડો કર્યા પછી કોલસાના ભાવમાં ફરી 7 થી 8 ટકાનો વધારો થયો છે. જેના કારણે પ્રોસેસિંગ ચાર્જ ઘટાડવાના બદલે વધવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગકારોની મુશ્કેલીઓ વધી છે.

સુરતમાં કાપડ ઉદ્યોગ દરરોજ લગભગ 17,500 ટન કોલસાનો વપરાશ કરે છે સુરતમાં 350 થી વધુ પ્રોસેસિંગ અને ડાઈંગ હાઉસ છે. એક મિલ દરરોજ લગભગ 50 ટન કોલસો વાપરે છે અને આ બધી મિલો દરરોજ લગભગ 17,500 ટન કોલસો વાપરે છે. શહેરના પ્રોસેસર્સને હાલમાં કોલસાની કોઈ અછતનો સામનો કરવો પડી રહ્યો નથી, પરંતુ તેઓ ઊંચી કિંમત ચૂકવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોલસાનું બુકિંગ ત્રણ દિવસ પહેલા કરાવવાનું હોય છે અને ડિલિવરીના દિવસે કિંમત પ્રમાણે પેમેન્ટ કરવાનું હોય છે. આમ, માંડ માંડ બેઠા થયેલા કાપડ ઉધોગ પર પહેલા જીએસટી અને હવે કોલસાની વધતી કિંમતોએ ચિંતા વધારી છે. જો આવનારા દિવસોમાં કોલસાના ભાવમાં કોઈ ઘટાડો નહિ આવે તો કાપડ ઉધોગ અને કાપડ મિલોની પરિસ્થિતિ હજી દયનિય બની શકે તેમ છે.

આ પણ વાંચો : Surat: આ મહિલા ડોક્ટર એવા છે કે જે પહેલા શિક્ષણનો ઈલાજ કરે છે અને પછી ક્લિનિક પર આવેલા દર્દીઓનો, જાણો શું છે આ ખાસ વાત

આ પણ વાંચો : ગુજરાતમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ભય! આફ્રિકાથી સુરત આવેલા 9 સહિત 351 લોકોને કરાયા ક્વોરન્ટાઈન

g clip-path="url(#clip0_868_265)">