સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર્યો રૂ.25 હજારનો દંડ, સરકારની અક્ષમતા-નિષ્ક્રિયતા પર નારાજગી વ્યકત કરી

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોર્ટનો સમય વેડફવા માટે ગુજરાત સરકારને (GUJARAT GOVERNMENT) રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર્યો રૂ.25 હજારનો દંડ, સરકારની અક્ષમતા-નિષ્ક્રિયતા પર નારાજગી વ્યકત કરી
Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Jan 16, 2021 | 10:54 PM

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોર્ટનો સમય વેડફવા માટે ગુજરાત સરકારને (GUJARAT GOVERNMENT) રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. અરજી દાખલ કરવામાં એક વર્ષ કરતા વધુ સમય વિલંબ થવાને કારણે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની અક્ષમતા અને નિષ્ક્રિયતા પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજી દાખલ કરવામાં ઢીલી નીતિ અપનાવવા બદલ રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી અને મોડેથી કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી. ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને ન્યાયમૂર્તિ ઋષિકેશ રોય પણ આ ખંડપીઠનો ભાગ હતા.

ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ 2019માં આપવામાં આવેલા એક ચુકાદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં 427 દિવસના વિલંબે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે આવા કેસોને રફેદફે કરવા કોર્ટમાં વિલંબથી અપીલ કરવામાં આવે છે, આથી અપીલ રદ્દ થઈ જાય અને મામલો પૂર્ણ કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોડેથી અરજી કરવો ઉદ્દેશ માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા અને એ અધિકારીઓને બચાવવાનો છે, જેમણે નક્કી કરેલી પ્રક્રિયાને પૂરી નથી કરી શક્યા અને બની શકે કે એમણે જાણી જોઈને આવું કર્યું હોય.

આ પણ વાંચો: ખુશખબરી: રેલ્વેમાં ફરીથી શરૂ થઈ આ સેવા, હવે મુસાફરી દરમ્યાન નહીં થાય ખાવા-પીવામાં મુશ્કેલી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati