રમત સાથે ‘નોલેજ’: બાળકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે માટે સુરત મનપાનું ગજબનું આયોજન, જાણો

શાળાના બાળકો અને વિદ્યાર્થીઓને નાની ઉંમરે જ ટ્રાફિક સેન્સ અંગે નોલેજ મળે તે માટે સુરત મહાનગર પાલિકાએ એક પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું છે. ચાલો આ પ્રોજેક્ટ વિશે.

રમત સાથે 'નોલેજ': બાળકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે માટે સુરત મનપાનું ગજબનું આયોજન, જાણો
SMC plan to create "Kids City"
Parul Mahadik

| Edited By: Gautam Prajapati

Jul 19, 2021 | 1:40 PM

સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. માનવ વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે. બીજીતરફ અકસ્માતના કેસ પણ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. જેથી શાળાના બાળકો અને વિદ્યાર્થીઓને નાની ઉંમરે જ ટ્રાફિક સેન્સ અંગે નોલેજ આપવામાં આવે તો તેઓ નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણે અને શીખે, તે માટે સુરત મહાનગર પાલિકાએ એક પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું છે. જેની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. સુરતના અઠવા ઝોન વિસ્તારમાં પ્લાનિંગ ઓફ રોડ સેફટી એન્ડ એજ્યુકેશન પાર્ક એટલે કે કિડ્સ સિટી વિકસાવવામાં આવનાર છે.

મજુરા ગેટ વિસ્તારમાં કુલ 4240 ચોરસ મીટર જગ્યામાં આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવી રહ્યો છે. કુલ રૂપિયા 10.27 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થશે. કુલ બે ફેઝમાં આ પ્રોજેક્ટને તૈયાર કરવામાં આવી રહ્યો છે.

મનપા સંચાલિત આ કિડ્સ સિટીમાં બાળકોને ટ્રાફિક સેન્સ, રોડ સેફટી વગેરેની માહિતી માટે બે વર્ગમાં એક્ટિવિટી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચારથી ચૌદ વર્ષના બાળકો માટે તેમજ આઠથી દસ વર્ષના બાળકો માટે જુદી જુદી એક્ટિવિટી અને ગેમિંગ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.

બાળકોને ટ્રાફિક વગેરેનું જનરલ નોલેજ મળે તે માટે વિવિધ એક્ટિવિટી કરાવવાનું આયોજન કરાશે. ઉપરાંત અન્ય ક્ષેત્રોનો પણ જ્ઞાન બાળકોને મળે તે માટે વિવિધ કનેક્ટિવિટી જેમાં fire station, રેડિયો સ્ટેશન, ચોકલેટ ફેક્ટરી, ટેક્સ ઓફીસ, વિઝન ઇન ડાર્કનેશ, રિટેઇલ સ્ટોર વગેરે એરિયાને પણ ખાસ પ્રકારના આકર્ષક લાગે તેવા ઇન્ટિરિયર સાથે તૈયાર કરવામાં આવશે.

જેમાં કિડ્સ સિટીના અંદરના ભાગે indoor games નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આઉટર એરિયામાં બે પ્રકારના ટ્રેક બનાવાશે. જેમાં એક ટ્રેક સાયકલ માટે હશે જેમાં બાળકો સરળતાથી ચલાવી શકે એ પ્રકારની સાયકલ અને કાર પણ હશે. કારમાં પેડલ કાર અને ઇલેક્ટ્રિક કાર મુકાશે. જેમાં ટ્રાફિક સિગ્નલ સાથેના ટ્રેક બનાવવામાં આવશે. જેથી બાળકોને ટ્રાફિકના નિયમોનું નોલેજ પણ મળે.

આ પણ વાંચો: ચેતી જજો: બપોરે સૂવાની આદત તમને પડી જશે ભારે, જાણો કેટલી હદે આવી શકે છે ગંભીર પરિણામ

આ પણ વાંચો: તો આ કારણે દૂધને પાવરહાઉસ પીણા તરીકે ઓળખવામાં આવે છે, જાણો તેના 5 Amazing ફાયદા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati