મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત, હવે કોઈ સંત વિવાદીત નિવેદન નહી કરે, થયું સમાધાન!
કથાકાર મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલતા વિવાદનો હવે અંત આવી ગયો છે, સ્વામી નારાયણ સંપ્રદાય સિવાયના સાધુઓ હવે મોરારી બાપુના સમર્થનમાં આવતા મામલો વધુ પેચીદો બની ગયો હતો, ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તમામ સાધુઓને સમાધાન કરવાના પત્રો લખવામાં આવ્યા છે, તો બીજી બાજુ સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી હવે ખાતરી આપી દેવામાં આવી છે […]

કથાકાર મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલતા વિવાદનો હવે અંત આવી ગયો છે, સ્વામી નારાયણ સંપ્રદાય સિવાયના સાધુઓ હવે મોરારી બાપુના સમર્થનમાં આવતા મામલો વધુ પેચીદો બની ગયો હતો, ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તમામ સાધુઓને સમાધાન કરવાના પત્રો લખવામાં આવ્યા છે, તો બીજી બાજુ સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી હવે ખાતરી આપી દેવામાં આવી છે કે મોરારી બાપુ વિરુધ્ધ હવે કોઈ સ્વામીનારાણય સંપ્રદાયના સાધુઓ કોઈ વિવાદીત નિવેદન નહી આપે એટલે કે હવે ઘીના ઠામમાં ઘી ઠરી ગયુ છે તેમ માની શકાય છે.
એક તરફ કથાકાર મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે નિવેદનના પડઘા સમગ્ર દેશના સાધુ સંતો ઉપર પડયા છે. એક તરફ સ્વામીનારાયણ સંપ્રદાય સિવાયના તમામ સંતો એક થયા અને મોરારીબાપુના સમર્થનમાં ગિરનાર ભવનાથમાં બેઠક કરી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેની આગેવાની ઇન્દ્રભારતી બાપુએ લીધી છે, ખાખી અખાડાના સંત અખિલેશ્વર દાસ મહારાજે સ્પષ્ટપણે મોરારી બાપુના સમર્થનમાં આવ્યા છે. તેઓએ કહ્યુ છે કે મોરારી બાપુ હોય કે સ્વામીનારાયણ સંપ્રદાય તમામ સનાતન ધર્મના જ પ્રતિનિધી, ત્યારે કોઈએ આ બાબતે માફી માગવી કે માફી મંગાવવા જેવા કૃત્યો કરવા જોઇએ નહી.
સમાધાન માટે કોણ કરી રહ્યું છે મધ્યસ્થી
વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સ્વામીનારાયણ સંપ્રદાયના તમામ પંથોને પત્ર લખીને મધ્યસ્થા કરવાની માગ કરાઈ છે, પત્રમાં વિવાદના કારણે હિન્દુ સંપ્રદાયની છાપ ખરડાતી હોવાની વાત કહેવામાં આવી છે, તે સિવાય રાષ્ટ્રીય સ્વય સેવક સંઘના પ્રતિનિધીઓ પણ સમાધાન માટે સંતોનો સંપર્ક કર્યો છે. ત્યારે ગુજરાત સરકારના 3 પ્રધાનોને પણ સમાધાન માટે જવાબદારી સોંપાવામાં આવી છે. સીએમ વિજય રુપાણીએ પણ આ મામલે સંતો વચ્ચે વિવાદ દુર કરવા માટે પ્રયત્નો કર્યા છે.
જુનાગઢના મેયરે સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી આપી ખાતરી
હવે જ્યારે વિવાદ વકર્યો છે અને સમગ્ર દેશમાં સંતો સહિત કેટલાક સાહિત્યકારો પણ જ્યારે મોરારી બાપુના સમર્થનમાં આવ્યા તો સ્વામીનારાયણ સંપ્રદાય ઉપર હવે ધાર્મિક સામાજિક અને રાજકીય આગેવાનોએ સમાધાન માટે અપીલ કરી છે. ત્યારે મોરારી બાપુના સમર્થનમાં આયોજિત સંત સંમેલનમાં જુનાગઢના મેયર ધીરુ ભાઇ ગોહેલ સ્વામિનારાયણ સંપ્રદાયના રાજદુત બનીને ગયા.
જ્યાં તેઓએ ખાતરી આપી છે કે હવે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઈ સાધુ કે સતસંગી મોરારીબાપુના વિરોધમાં નિવેદનો નહી આપે, મોરારીબાપુએ જે માફી પહેલા માંગી છે, તેને સ્વીકાર કરી લેવામાં આવી છે, જેથી હવે ઈન્દ્ર ભારતી બાપુએ પણ સમાધાનકારી સંકેતો આપ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શું હતો સમગ્ર મામલો
કથાકાર મોરારીબાપુએ પોતાના એક કાર્યક્રમમા નિલકંઠ એટલે મહાદેવ જ થાય છે, બીજા દેવ નિલંકઠ ન હોઈ શકે તેમ કહેતા વિવાદ સર્જાયો હતો કારણ કે સ્વામીનારાયણ સંપ્રદાયે તેને પોતાનું અપમાન ગણાવીને માફી માંગવાની વાત કહી, મોરારી બાપુએ 2-2 વખત માંફી માંગી છતાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ સ્પષ્ટ પણે માફી માંગવાની જીદ પકડી હતી. પરિણામે મોરારીબાપુના સમર્થનમાં અન્ય સાધુઓ આવતા વિવાદ વધુ વર્કયો હતો,જેના પડઘા દેશ વિદેશમાં પડ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]