ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રીજી વખત બીન સચિવાલયની પરીક્ષા મોકૂફ રખાઈ, 13 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરીક્ષા

3,901 જગ્યાઓ માટે લેવાનારી આ પરીક્ષા 10 લાખથી વધુ ઉમેદવારો આપવાના હતા, અગાઉ બે વખત પરીક્ષા મોકૂફ થઈ ચૂકી છે અને આ ત્રીજી વખત મોકૂફ રહેતાં ઉમેદવારો નિરાશ થયા છે જોકે મંડળ દ્વારા આગામી 2 મહિનામાં પરીક્ષા યોજવાની બાંહેધરી અપાઈ છે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રીજી વખત બીન સચિવાલયની પરીક્ષા મોકૂફ રખાઈ, 13 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરીક્ષા
ગૌણ સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશ દ્વારા પરીક્ષા મોકૂફ રખાયાની જાણકારી આપવામાં આવી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 6:09 PM

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા મોકૂફ (Postponed) રાખવામાં આવી છે. આ સતત ત્રીજી વખત આ પરીક્ષા મોકૂફ રખાઈ છે. 3,901 જગ્યાઓ માટે લેવાનારી આ પરીક્ષા 10 લાખથી વધુ ઉમેદવારો (Candidate) આપવાના હતા. અગાઉ બે વખત પરીક્ષા મોકૂફ થઈ ચૂકી છે અને આ ત્રીજી વખત મોકૂફ રહેતાં ઉમેદવારોમાં નિરાશા વ્યાપી ગઈ છે. જોકે મંડળ દ્વારા આગામી 2 મહિનામાં પરીક્ષા યોજવાની બાંહેધરી આપવામાં આવી છે.

ગાંધીનગર (Gandhinagar) ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના ઈન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વહીવટી કારણોસર બીન સચીવાલય ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળની પરીક્ષામાં ગુપ્તતા જરૂરી છે. પરીક્ષા બાબતોની એસઓપીની સમિક્ષા થઈ છે. આવનાર પરીક્ષામાં ટેકનોલોજીના ઉપયોગ બાબતે પણ ચર્ચા થઈ છે. મંડળ દ્વારા લેવાનાર પરીક્ષા તૃટી વગર લેવાય અને ઉમેદવારોને અન્યાય ન થાય તે સહીતના વિવિધ કારણોને જોતા પરીક્ષા મોકૂફ રખાઈ છે. હવે બે માસમાં બીન સચીવાલયની પરીક્ષા લેવામા આવશે.

તેમણે જણાવ્યું કે પેપર લીક થવાની બાબત કોઈ ન હતી. ચેરમેન ની સત્તામાં આવે છે કે એસઓપીની સમિક્ષા કરે પછી પરીક્ષા યોજવામાં આવે. પરીક્ષામાં ગેરરીતી થવાની સંભાવનાના કારણે પરીક્ષા રદ્દ કરી છે એવું નથી. ભરતી કરતી અન્ય સંસ્થાઓની એસઓપીની સમીક્ષા થશે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરનો સીધો અભ્યાસ કરવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

10 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા

10 લાખ ઉમેદવાર માટે 90 હજારનો સ્ટાફ કામ કરશે. સંવેદનશીલ સેન્ટર પર લાઈવ ફૂટેજ માટે કેમેરા લગાવવામા આવશે. હેડ ક્લાર્કની પરીક્ષા મોકૂફ કરવા બાબતે કોઈ નિર્ણય નથી લેવાયો. મંડળ દ્વારા લેવાતી પરીક્ષા પૂરતા ન્યાય સાથે થાય એ માટે એસ.ઓ.પી. સાથે પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેથી હાલ પૂરતી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

SOP એટલે શું?

પરીક્ષા લેવાય તે હેતુથી નવી sop સાથે પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. આ SOP એટલે ટ્રાન્સપોર્ટેશન, સ્ટ્રોંગ રૂમ, સેન્ટર સુધી પ્રશ્ન પત્ર પહોંચે, અને જવાબ પૂરતી માટેની પદ્ધતિ ફોલો કરવામાં આવશે. મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષા (Exam) માં ગુપ્તતા જરૂરી છે. આ માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. એ.કે.રાકેશે જણાવ્યું કે ચેરમેન બદલાય એટલે પરીક્ષાની તારીખ બદલવાની જરૂર પડી છે. અગાઉની પરીક્ષા પધ્ધતિથી હું વાકેફ ન હતો. આગામી બે મહિનાની અંદર પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે. પરીક્ષા માટે નવી sop બનાવવામાં આવશે. પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે, જેના કારણે સમય લાગશે.

 

આ પણ વાંચોઃ Ahmedabad: રામોલના તક્ષશિલા રોડ પર ગેસ કટરથી ATM કાપીને 35 લાખ રૂપિયાની લૂંટ, આરોપીઓ ફરાર

આ પણ વાંચોઃ Ahmedabad: બિલ્ડરો જૂથો પર ઇન્કમટેક્સ વિભાગનો સાપટો, શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા

g clip-path="url(#clip0_868_265)">