AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા, દર્દીઓને ધક્કોખાવાનો વારો આવ્યો, જુઓ Video

વડોદરાની સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. રેસિડેન્ટ તબીબો OPDની કામગીરીમાં જોડાયા નથી. એટલુ જ નહીં OPDની સામે જ મોટી સંખ્યામાં રેસિડન્ટ તબીબોનું વિરોધ પ્રદર્શન કર્યું છે.

Vadodara : સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા, દર્દીઓને ધક્કોખાવાનો વારો આવ્યો, જુઓ Video
Vadodara
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2024 | 12:37 PM
Share

કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા ગુજરાતમાં પડ્યા છે.વડોદરાની સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. રેસિડેન્ટ તબીબો OPDની કામગીરીમાં જોડાયા નથી. એટલુ જ નહીં OPDની સામે જ મોટી સંખ્યામાં રેસિડન્ટ તબીબોનું વિરોધ પ્રદર્શન કર્યું છે. બંગાળમાં મહિલા તબીબ પર દુષ્કર્મ વીથ મર્ડર કેસમાં પીડીતાને ન્યાય અપાવવા વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. હોસ્પિટલ અને હોસ્ટેલમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ કરવાની માગ કરવામાં આવી છે. તેમજ CCTV,સુરક્ષા વધારવા,અને લાઇટિંગની વ્યવસ્થા ઉભી કરવાની પણ માગ કરવામાં આવી છે.

દર્દીઓને ધક્કોખાવાનો વારો આવ્યો

તબીબોની હળતાળની અસર દર્દીઓ પર જોવા મળી છે. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે. SSG હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે. રેસિડેન્ટ ડોકટરની હળતાળને લઈ OPD માં આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેના પગલે હાલોલ, પંચમહાલ, કાલોલથી આવેલા દર્દીઓને ધક્કો ખાવો પડ્યો છે. હોસ્પિટલમાં આવેલા દર્દીઓને સારવાર લીધા વગર જ પરત ફરવુ પડ્યુ છે.

સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે આપ્યુ નિવેદન

ત્યારે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરનું નિવેદન પણ સામે આવ્યુ છે. તેમને આપેલા નિવેદન અનુસાર જુનિયર અને ઈન્ટર્ન રેસિડેન્ટ તબીબ અચોક્કસ મુદ્દતની હળતાળ પર ઉતર્યા છે. આ સાથે જણાવ્યુ કે તબીબીની હળતાળથી દર્દીઓને અસર થશે. તબીબ હડતાળથી હૉસ્પિટલના વોર્ડમાં દર્દીઓની સારવારમાં મુશ્કેલી થઈ રહી છે. હળતાળના પગલે દર્દીઓના સારવાર માટે અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમામ મેડિકલ પ્રોફેસરની રજા રદ કરી OPDમાં ફરજમાં મૂકવામાં આવ્યા છે.

સયાજી હોસ્પિટલના RMOએ આપ્યુ નિવેદન

બીજી તરફ સયાજી હોસ્પિટલના RMOનું નિવેદન સામે આવ્યું છે. હોસ્પિટલ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. જરૂર પડે તો સરકારમાં રજૂઆત કરી વધુ તબીબોની માગ કરીશું. હાલમાં મેડિકલ કોલેજના પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતને સેવામાં જોડવામાં આવ્યા છે. રેસિડેન્ટ તબીબોની હળતાલથી દર્દીઓને અસર ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">