સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી, પરિસ્થિતિ પર નજર રાખવા 24 સ્થળે કંટ્રોલ રૂમ શરૂ, રાજ્યમાં 67.58% વાવેતર પૂર્ણ

સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી, પરિસ્થિતિ પર નજર રાખવા 24 સ્થળે કંટ્રોલ રૂમ શરૂ, રાજ્યમાં 67.58% વાવેતર પૂર્ણ
http://tv9gujarati.in/sauratsra-ane-ka…ntrol-ruoom-shru/

આગામી અઠવાડીયામાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીનાં પગલે વન વિભાગ દ્વારા રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે મજબ ૨૪ સ્થળોએ કંટ્રોલ રુમ શરુ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના તમામ તાલુકામાં ૧ મીમી થી ૧૩૩૭ મીમી સુધીનો વરસાદ નોંધાયો હોવાની વિગત રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા માહિતિ આપવામાં આવી હતી. રાજ્યમાં તા.૧૪/૭/૨૦૨૦ સુધીમાં ૨૬૯.૮૭ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૩૨.૪૮% છે. રાજ્યના તમામ તાલુકામાં વરસાદ ૧ મીમી થી લઈ ૧૩૩૭ મીમી સુધી નોંધાયો છે.

IMD દ્વારા આગામી અઠવાડીયામાં તા.૧૭ થી ૨૩ જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૫૭.૩૭ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૩/૭/૨૦૨૦ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૪૮.૭૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૬૭.૫૮% વાવેતર થયુ છે. વન વિભાગ દ્વારા આ બેઠકમાં માહિતી આપતા જણાવાયુ હતુ કે, રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરવાનું આયોજન આયોજન છે જે અંતર્ગત ૨૪ સ્થળોએ કંટ્રોલ રુમ કાર્યરત છે. આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનરશ્રી દ્વારા સુચના આપવામાં આવી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati