PM Modi Gujarat Visit: સૌરાષ્ટ્ર હવે મેડિકલ હબ બનવાની દિશામાં, એઇમ્સથી લઈને વિવિધ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલો અત્યાધુનિક સુવિધાથી બની સજ્જ

રાજકોટમાં એઈમ્સ, જામનગમાં(Jamnagar)  ટ્રેડિશનલ મેડિશન સેન્ટર અને આટકોટમાં આ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલોને કારણે લોકોને ઘરઆંગણે જ નજીવા દરે તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહેશે

PM Modi Gujarat Visit: સૌરાષ્ટ્ર હવે મેડિકલ હબ બનવાની દિશામાં, એઇમ્સથી લઈને વિવિધ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલો અત્યાધુનિક સુવિધાથી બની સજ્જ
PM Modi Gujarat Visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 1:42 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  આજે રાજકોટના (Rajkot) આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યુ છે. આ હોસ્પિટલ 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ હોસ્પિટલના લોકાર્પણ સમયે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે રાજકોટ જિલ્લામાં(Rajkot District)  બનેલી આ આધુનિક હોસ્પિટલ લોકો માટે લાભદાયી બનશે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થય સેવા માટે ઉત્તમ બની રહેશે. આ હોસ્પિટલમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની ઉતમ સુવિધા મળી રહેશે.

સૌરાષ્ટ વિકાસમાં હરણફાળ ભરી રહ્યુ છે : PM મોદી

PM મોદીએ વધુમાં જણાવ્યુ કે, હવે સૌરાષ્ટ્રવાસીઓને તમામ મેડિકલ સુવિધા (Medical Convenience) નજીકમાં જ મળી રહે છે. રાજકોટમાં એઈમ્સ, જામનગમાં(Jamnagar)  ટ્રેડિશનલ મેડિશન સેન્ટર અને આટકોટમાં આ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલોને કારણે લોકોને ઘરઆંગણે જ નજીવા દરે તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહેશે.વધુમાંં તેમણે કહ્યું કે, હાલ મેડિકલના વિદ્યાર્થીઓ માટે 8 હજાર બેઠક ઉપલબ્ધ છે. પહેલા માત્ર 1100 જ બેઠકો હતી. તેમજ ગુજરાતમાં પહેલા 9 મેડિકલ કોલેજ હતી અને હાલ 30 છે.પહેલા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ને જ મેડિકલમાં એડિમિશન મળતુ હતુ, પરંતુ હવે માતૃભાષામાં ભણતા બાળકોને પણ પ્રવેશ મળી રહ્યો છે.

અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે રાજકોટ એઇમ્સ

રાજકોટમાં એઇમ્સ (Rajkot AIIMS) આવ્યા બાદ રાજ્યનું આરોગ્યક્ષેત્ર એક ક્રાંતિમાંથી પસાર થશે, કારણ કે ગુજરાતે કદી ન જોઈ હોય એવી ઉચ્ચ ગુણવત્તા અને ઊંચા સ્તરની આરોગ્ય સંસ્થા કાર્યરત થશે. એવી સંસ્થા કે જેની સમકક્ષ કોઇ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી શકશે નહીં. ઓપીડીથી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબદ્ધ રીતે કરવામાં આવશે. એઇમ્સ હોસ્પિટલમાં 10માં નિદાન, પ્રતિદિન બેડનું 35 રૂપિયા ભાડું, 375 રૂપિયામાં 10 દિવસ સુધી બે લોકો જમી શકશે. હોસ્પિટલમાં 13,000નાં ઈન્જેક્શન માત્ર 800 રૂપિયામાં જ મળશે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

ગ્લોબલ સેન્ટર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ

રાજકોટમાં એઇમ્સ બાદ જામનગરમાં વધુ એક આરોગ્યની ભેટ મળી છે. જામનગરના ગોરધનપર ખાતે વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર નિર્માણ પામનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં GCTM નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. તમને જણાવી દઈએ કે, આ પ્રકારની ગ્લોબલ સેન્ટર (Jamnagar Global Center) થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે, પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે.

પરંપરાગત દવા, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે, તેમજ ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે.

આટકોટમાં  મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ

PM મોદીએ રાજકોટ જિલ્લાના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું (Atkot Multispeciality Hospital) લોકાર્પણ કર્યુ. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે. માત્ર જસદણ જ નહીં અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે.

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">