સરકારનાં વિદેશમાંથી દૂધ પાવડર આયાત કરવાનાં નિર્ણય સામે ખેડૂત સમાજે વડાપ્રધાને લખ્યો પત્ર, કહ્યું દૂધ ઉત્પાદકોને પહોંચશે નુક્શાન

  • Pinak Shukla
  • Published On - 7:11 AM, 30 Jun 2020
http://tv9gujarati.in/sarkar-na-videsh…-ne-lakhyo-patra/
http://tv9gujarati.in/sarkar-na-videsh…-ne-lakhyo-patra/

સરકારે વિદેશમાંથી સસ્તા દરે દૂધના પાવડરને આયાત કરવાનો નિર્ણય લીધો છે જેની સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. સરકારનાં આ નિર્ણયથી દૂધ ઉત્પાદકોને ભાવમાં 6 થી 7 રૂપિયાનાં નુક્શાનની શક્યતા જોવાઈ રહી છે. સરકાર દ્વારા 10 હજાર મેટ્રીક ટન દૂધનાં પાવડરની આયાત માટેનાં નિર્ણયને લઈને ડેરી ઉદ્યોગ પર પણ અસર પડવાની શક્યતા છે. આ અંગે ખેડૂત સમાજ દ્વારા વડાપ્રધાનને પત્ર પણ લખવામાં આવ્યો છે. સાંભળો શું કહી રહ્યા છે ખેડુત સમાજનાં આગેવાન.