ગુજરાતની એ ખતરનાક મહિલા ડૉન જેના પર બનેલી ફિલ્મે જીત્યા 6 નેશનલ અવોર્ડ, એકતરફી જીત બાદ બની ધારાસભ્ય
વર્ષ 1999 માં રિલીઝ થયેલી ફિલ્મ ગોડ મદરે 6 નેશનલ અવૉર્ડ જીત્યા હતા. શબાના આઝમીએ આ ફિલ્મમાં લીડ રોલમાં અભિનય કર્યો હતો.

ગૉડફાધરની સિનેમાની દુનિયામાં એક એવી ફિલ્મ સીરીઝ છે જેણે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને ગ્લોરીફાઈ કરી. પરંતુ હોલિવુડની આ ફિલ્મ ભલે અસલી જિંદગીથી પ્રેરિક ગણાતી હોય પરંતુ રિયલ તો નથી. વર્ષ 1999 માં આવેલી એક એવી ફિલ્મ જેનુ નામ હતુ ગોડ મધર એ લોકોનુ મગજ એ હદે હલાવી દીધુ હતુ કે આ ફિલ્મ એક અસલી મહિલા ડૉનની જિંદગીથી પ્રેરિત હતી. જેના નામથી ગુનાઓની ગલીઓમાં પણ સોંપો પડી જતો.
ગૉડમધરના નામથી કુખ્યાત ગેંગસ્ટર મહિલાએ ધારાસભ્યની ચૂંટણી પણ જીતી હતી. વર્ષ 1999માં જ્યારે મહિલા ડૉનની જિંદગી પર ફિલ્મ બની તો આ ફિલ્મે 6 નેશનલ ઍવોર્ડ પોતાને નામ કર્યા. અલગ અલગ કેટેગરીમાં ફિલ્મ 6 નેશનલ ઍવોર્ડ જીત હતી. આવો જાણીએ આ ફિલ્મની પુરી કહાની.
ગેંગસ્ટર સંતોકબેન જાડેજા પર બની છે ફિલ્મ
વર્ષ 1999માં રિલીીઝ થયેલી બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ ટગોડમધર નું ડાયરેક્શન વિનય શુક્લાએ કર્યુ હતુ. આ ફિલ્મ 80 અને 90ના દાયકામાં ગુજરાતના પોરબંદરની માથાભારે મહિલા ગેંગસ્ટર સંતોકબેન જાડેજાની કહાનીથી પ્રેરિત છે. ફિલ્મમાં ‘ગોડમધર’ માં શબાના આઝમીએ ‘રંભી’ નો રોલ અત્યંત ખૂબસુરતી સાથે નિભાવ્યો છે. શબાના આઝમીએ આમ તો અનેક ક્લાસિક મુવીમાં કામ કર્યુ છે. જે દર્શકોને ઘણી પસંદ પણ આવી છે. પરંતુ આ ફિલ્મમાં ‘ગોડમધર’ નો રોલ વિશે વાત કરીએ તો ભાગ્યેજ એવી અન્ય કોઈ અભિનેત્રી હશે જે આ કિરદારને તેમનાથી વધુ સારી રીતે નિભાવી શકત. આ કિરદાર માટે તેમને તેમની કેરિયરમાં પાંચમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હચા. આટલુ જ નહીં, આ ફિલ્મે 6-6 નેશનલ અવોર્ડ પોતાને નામ કર્યા હતા. જેમા શબાના આઝમીને બેસ્ટ એક્ટ્રેસ, રેણુ સલૂઝાને બેસ્ટ એડિટીંગ, સંજીવ અભ્યાંકરને બેસ્ટ પ્લેબેક સિંગર, વિશાલ ભારદ્વાજને બસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, જાવેદ અખ્તરને બેસ્ટ લિરીક્સ અને વિનય શુક્લાને બેસ્ટ ફીચર ફિલ્મ માટે નેશનલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફિલ્મની કથાવસ્તુ
‘ગોડમધર’ગેંગસ્ટર સંતોકબેન જાડેજાના જીવન પર આધારીત છે. જેમણે 1980ના દાયકાના અંત અને 1990ના દાયકાની શરૂઆતમાં ગુજરાત ના પોરબંદરમાં માફિયા ગતિવિધિઓને અંજામ આપ્યો અને બાદમાં રાજનેતા બની ગયા. આટલુ જ નહીં સંતોકબેન પોરબંદરથી ધારાસભ્યની ચૂંટણી પણ લડ્યા અને જીત્યા હતા. સંજીવ અભ્યંકરે આ ફિલ્મ માટે ગાયનની જવાબદારી સંભાળી, જ્યારે વિશાલ ભારદ્વાજે સંગીત આપ્યુ અને જાવેદ અખ્તરે ગીતો લખ્યા. આ ફિલ્મમાં શબાના આઝમી, મિલિંદ ગુનાજી અને નિર્મલ પાંડેએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. ફિલ્મમાં શબાના આઝમીએ રંભીની ભૂમિકા ભજવી, મિલિંદ ગુનાજીએ વીરમની, નિર્મલ પાંડેએ જાખડાની, ગોવિંદ નામદેવે કેશુભાઈની, વિનિત કુમારે લખુભાઈની, લવલીન મિશ્રાએ રામદેની પત્નીની, રાઈમા સેનએ સેજલ અ્ને શરમન જોશીએ કરસનના રોલમાં જોવા મળ્યા હતા.
