Sakkarbaug Zoo : પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે કુલર અને આઇસ ફોગની વ્યવસ્થા કરાઇ

સક્કરબાગ (Sakkarbaug Zoo) પ્રાણીસંગ્રહાલયમાં ગરમીથી પ્રાણીઓને બચાવવા માટે વિશેષ અને અલયાદી વ્યવસ્થા કરવામાં આવી છે.

Sakkarbaug Zoo : પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે કુલર અને આઇસ ફોગની વ્યવસ્થા કરાઇ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 03, 2021 | 3:53 PM

સતત વધતી જતી ગરમીના (Heat Wave) કારણે ફક્ત માનવી જ નહીં પરંતુ પ્રાણીઓ પણ ત્રાહિમામ થઇ રહ્યા છે. તેવામાં ગરમીના પ્રકોપ વચ્ચે સક્કરબાગ (Sakkarbaug Zoo) પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓ  માટે વિશેષ અને અલયાદી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઝૂમાં  વોટર કુલર અને પાણીના ફુવારા મુકવામાં આવ્યા છે.

જુનાગઢ (Junagadh) સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સતત વધતી જતી ગરમીને ધ્યાને લઇને પશુપક્ષી અને પ્રાણીઓ માટે ગરમીથી રક્ષણ મળી રહે તેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઠંડા પ્રદેશના અને વિદેશથી અહીં લાવવામાં આવેલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે વધતી જતી ગરમીને ધ્યાને લઇને ખાસ વ્યવસ્થાઓ જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ઊભી કરવામાં આવી છે. પ્રત્યેક પશુ અને પક્ષી તેમજ પ્રાણીના આંગણામાં ગરમીથી રક્ષણ મળે તે માટે પ્રાણીઓ માટે અનુકૂળતા મુજબ વાતાવરણ ભેજવાળું અને ઠંડુ જળવાઈ રહે તે માટે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારી અને કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. માંસ ભક્ષી સિંહ, દીપડા અને વાઘ સહિતના પાંજરાઓમાં પાણીના મોટા કુંડની સાથે જમીનના વાતાવરણમાં પણ ભેજ જળવાઈ રહે તે માટે ફુવારાની વિશેષ વ્યવસ્થા કરાઈ રહી છે તો પક્ષીઓને પણ ગરમી ન લાગે તે માટે પાંજરાની ફરતે નેટ રાખવામાં આવી છે. તેમજ અહીં પંખાઓ દ્વારા પણ ખાસ કરીને ઠંડા પ્રદેશના અને વિદેશના પક્ષીઓ અને પ્રાણીઓને ઠંડક પહોંચાડવામાં આવી રહી છે. વધુમાં પ્રત્યેક પશુ-પક્ષી તેમજ માંસનુ આહાર લેતા પ્રાણીઓને પણ ખોરાકને લઈને ઉનાળાના દિવસોમાં વિશેષ કાળજી લેવામાં આવતી હોય છે. ઉનાળા દરમિયાન શરીરને અનુકૂળ અને તાપમાન જાળવી રાખવામાં મદદરુપ બનતા ખોરાક પણ પશુઓ અને પક્ષીઓને આપવામાં આવી રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બહારથી ફરવા આવતા પ્રવાસીઓએ સક્કરબાગમાં પ્રાણીઓ માટેની આ ખાસ વ્યવસ્થા જોઇને તેની ખૂબ પ્રશંસા કરી છે. માણસ પણ ન ન સહન કરી શકે તેવી ગરમીમાં અબોલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે જે સક્કરબાગ ઝૂના અધિકારીઓએ વ્યવસ્થા કરી છે. તેનાથી પ્રાણીઓને ખૂબ જ રાહત મળશે. સાથે જ પ્રાણીઓ માટે આઇસ ફોગ અને કુલરની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઇને ચારેકોર તેની પ્રશંસા થઇ રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">