SABARKATHA : તલોદના નવયુવાનનું પાયલોટ બનવાનું સ્વપ્ન કર્યું સાકાર, યુવકની સિદ્ધિને સમગ્ર સમાજે બિરદાવી

જીગર વ્યાસ નામના પાયલોટ બનેલા આ યુવાને હવે" કેપ્ટન જીગર વ્યાસ "તરીકે ની ઓળખ (પદવી) મેળવી લીધી છે. જે પોતે નજીકના ભવિષ્યમાં પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર આકાશમાં વિમાન ચલાવવાનું કાયદેસર સદભાગ્ય હાંસલ કરશે.

SABARKATHA : તલોદના નવયુવાનનું પાયલોટ બનવાનું સ્વપ્ન કર્યું સાકાર, યુવકની સિદ્ધિને સમગ્ર સમાજે બિરદાવી
The dream of a young man from Talod to become a pilot has come true
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 5:27 PM

SABARKATHA : જિલ્લાના તલોદ નગરના એક બ્રહ્મ પરિવારના યુવાને પાયલોટ બનવાનું તેનું સ્વપ્ન સાકાર કરીને નગર ,ગામ, સમાજ તથા યુવા વર્ગને પણ ગૌરવ પ્રદાન કર્યું છે. તાલુકાના નાનકડા એવા મોહનપુર ગામેથી તલોદ આવી વસેલા વ્યાસ પરિવારના આ યુવાને છેલ્લા ચારેક વર્ષથી વિમાનના ચાલક (પાયલોટ) બનવા કરેલી જહેમત સફળ રહી છે.

જીગર વ્યાસ નામના પાયલોટ બનેલા આ યુવાને હવે” કેપ્ટન જીગર વ્યાસ “તરીકે ની ઓળખ (પદવી) મેળવી લીધી છે. જે પોતે નજીકના ભવિષ્યમાં પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર આકાશમાં વિમાન ચલાવવાનું કાયદેસર સદભાગ્ય હાંસલ કરશે.

તલોદ તાલુકાના મુળ. મોહનપુર ગામના રહીશ અને વર્ષોથી તલોદ આવી વસેલા તેમજ સ્થાયી થયેલા તલોદ પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીના મેનેજર ભાર્ગવ કુમાર અરવિંદભાઈ વ્યાસનો જ્યેષ્ઠ પુત્ર જીગર વ્યાસ( ઉં. વ.23) નાઓએ પાયલોટ બનવા માટેની અને કોમર્શિયલ પાયલોટ લાઈસન્સ (સી.પી.એલ.) મેળવવા માટેની તમામ કસોટીમાંથી પાર ઊતરીને સફળતા મેળવી છે .જેણે પાયલોટ બનવાના અભ્યાસ અન્વયે ૨૦૦ કલાકનું વિમાનનુ ઉડ્ડયન અને તેના સંદર્ભ ની પરીક્ષા ના૬ પેપર પાસ કરીને આ સિદ્ધિ મેળવી છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

તલોદની સી.ડી.પટેલ હાઇસ્કુલમાં ધોરણ ૧૨ સાયન્સનો અભ્યાસ કર્યા બાદ” જીગર વ્યાસ નો પાયલોટ પ્રોજેક્ટ જ પાયલોટ બનવાનો હતો. ” પાયલોટ બનવાના ગોલ સાથે તેણે વર્ષ ૨૦૧૬ થી જહેમત ઉઠાવી હતી. અને તાજેતરમાં જ તે સફળતાના શિખરે પહોંચ્યો હતો.

એક મધ્યમવર્ગીય પરિવારના કુળદિપકને આમ પાયલોટ બનતો જોતા સહજ ભાવે તેના પિતા ભાર્ગવ વ્યાસ, માતા દક્ષા વ્યાસ, ભાઈ દીપ અને વૃદ્ધ દાદા-દાદી સહિતનો વિશાળ પરિવાર અનહદ આનંદની અનુભૂતિ કરી રહ્યો છે.

આગામી ભવિષ્યમાં કેપ્ટન જીગર વ્યાસને મળનાર ફરજના ભાગ રૂપે અગાધ ઊંચા આકાશમાં ઊડાન ભરશે. તલોદ બ્રહ્મસમાજના સદસ્ય પરિવારના આ યુવાન જીગર વ્યાસ (ભોલુ) એ આમ પાયલોટ બનીને સમસ્ત બ્રહ્મસમાજને પણ ગૌરવ પ્રદાન કર્યું છે. જેથી તલોદ બ્રહ્મસમાજના પ્રમુખ જીતુભાઈ ત્રિવેદીએ પાયલોટ બનેલા કેપ્ટન જીગર વ્યાસને સમાજ વતી અભિનંદન પાઠવ્યા હતા. સમાજની અને વ્યાસ પરિવારની આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.

Latest News Updates

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
g clip-path="url(#clip0_868_265)">