સાબરકાંઠામાં VHP અને બજરંગ દળે યુવા સંમેલન યોજ્યુ, કપિલ મિશ્રાએ કહ્યુ-લાલચમાં નક્સલ-જેહાદ પાછળના દરવાજે એન્ટ્રી કરશે

કપિલ મિશ્રા (Kapil Mishra) એ PFI આ દેશની મોટી કાર્યવાહી છે, જેના થકી ગુનાઇત પ્રવુતિ માં નિયંત્રણ આવશે અને કાર્યવાહી થશે. કાશ્મિરમાં રઘુપતિ રાઘવ રાજા રામ ગાવાને લઈ વિવાદ પર પણ પ્રતિક્રીયા આપી હતી.

સાબરકાંઠામાં VHP અને બજરંગ દળે યુવા સંમેલન યોજ્યુ, કપિલ મિશ્રાએ કહ્યુ-લાલચમાં નક્સલ-જેહાદ પાછળના દરવાજે એન્ટ્રી કરશે
Kapil Mishra એ યુવાન સંમેલનમાં સંબોધન કર્યુ
Avnish Goswami

|

Sep 25, 2022 | 11:11 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) ઓ પહેલા રાજકીય પક્ષો પોતાના તરફ લોકોને આકર્ષવા માટે પ્રયાસો કરી રહ્યુ છે. આ દરમિયાન હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ (VHP and Bajrang Dal) પણ ચુંટણી પહેલા સંમેલનો યોજીને યુવાનોને ભ્રામક વાતોમાં નહીં ભરમાવવા માટેની સમજણ સંમેલનો દ્વારા આપવામાં આવી રહી છે. આવી જ રીતે હિંમતનગર શહેરમાં સ્વામિનારાયણ મંદિર કાંકણોલ ખાતે યુવા સંમેલનનુ આયોજન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજવામા આવ્યુ હતુ. જેમાં કપિલ મિશ્રા (Kapil Mishra) એ ઉપસ્થિત રહીને યુવાનોને સંબોઘન કર્યુ હતુ.

કપિલ મિશ્રાએ આવનારી ચુંટણીઓને લઈને સીધો ઉલ્લેખ કર્યા વિના પણ કેટલાક રાજકીય નેતાઓ પર નિશાન તાક્યા હતા. મતલબ પોતાની તીખી વાતો દ્વારા આ નિશાન તાકીને યુવાનોને ભ્રામક પ્રચારમાં મન ભોળવવાને બદલે ભારતીય સંસ્કૃતિનુ રક્ષણ કરવા માટેની વાત કહી હતી. તેઓએ સંબોધનમાં યુવાનો સંબોધન કરતા કહ્યું હતું કે કેટલાક પક્ષ શિક્ષણ અને નોકરીની વાતોમાં ભરમાવી પાછલા દરવાજે નકસલી અને જેહાદી એન્ટ્રી કરાવવાનો ભય રહેલો છે. જેને લઇ આ યુવા સંમેલનો યોજી જાગૃતિ પ્રેરવામાં આવી રહી છે. સંમેલનમાં હિંમતનગરના રાજકિય અગ્રણી અને કેળવણી મંડળના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ અને જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

રઘુપતિ રાઘવના મુદ્દે પણ કહી વાત

હિંમતનગર ખાતે કપિલ મિશ્રાની ઉપસ્થિતિમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કપિલ મિશ્રાએ યુવાનોને ધર્મ અને સંસ્કૃતિનો રક્ષણ કરવા માટે સંબોધન કર્યું હતું. પશ્ચિમી સંસ્કૃતિ ના વધતા વ્યાપ સામે ભારતીય સંસ્કૃતિ રક્ષણ હતું. યુવાનોને સાંપ્રત પડકારોનો મુકાબલો કરવા માટે તેમની માનસિક કેળવણી કરવા સંમેલન યોજ્યુ હોવાનું કહ્યું હતું આ સાથે જ કહ્યું હતું કે ચુંટણીમાં ભ્રામક પ્રચાર કરીને વચનો રેલમછેલ કરાય છે. શિક્ષણ અને રોજગારીના નામે પાછલા દરવાજે જેહાદી અને નકલવાદી ની એન્ટ્રી થવાનો ભય છે. જેને લઇ યુવા સંમેલનો યોજવામાં આવી રહે છે.

સવાલના જવાબમાં કાશ્મીરમાં રઘુપતિ રાઘવ રાજારામ જેવા ભજન અને તેના ઉચ્ચારણોથી મહેબૂબા મુફતી સદબુદ્ધિ મળે એવી જ ભગવાન રામને પ્રાર્થના આ ઉપરાંત PFI ની કાર્યવાહીને સંદર્ભમાં મીડિયાને કપિલ મિત્રએ કહ્યું હતું કે આ દેશની મોટી કાર્યવાહી છે, જેના થકી ગુનાઇત પ્રવૃતિ માં નિયંત્રણ આવશે અને કડક કાર્યવાહી થશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati