AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: લશ્કરમાં જોડાવવાના સપના જોઈ રહેલા યુવાનોને મુશ્કેલી, તાલીમના સર્જાયા ધાંધીયા

જીલ્લામાં પસંદ કરવામાં આવેલા 60 યુવાનોને હિંમતનગરની એક શૈક્ષણિક સંકુલમાં રાખીને તાલીમ આપવાની શરુઆત કરવામાં આવી છે. પરંતુ રોજગાર વિભાગ (Employment Office)ના આયોજને જાણે કે હવે યુવાનોની મુશ્કેલીઓને વધારી દીધી છે.

Sabarkantha: લશ્કરમાં જોડાવવાના સપના જોઈ રહેલા યુવાનોને મુશ્કેલી, તાલીમના સર્જાયા ધાંધીયા
Employment Office Himmatnagar- Trainee Youth
| Updated on: Aug 06, 2021 | 7:00 PM
Share

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના અંતરિયાળ વિસ્તારના યુવાનોમાં લશ્કરી ભરતી (Military Recruitment)નું વિશેષ આકર્ષણ છે. વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં યુવાનો લશ્કરમાં જોડાતા હોય છે. આ માટે યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે તો બીજી તરફ સરકાર દ્વારા લશ્કરી જવાન થવા ઈચ્છતા યુવાનોના તરવરાટને પ્રોત્સાહન આપવામાં આવતુ હોય છે.

આ માટે રોજગાર કચેરી દ્વારા લશ્કરી ભરતી માટે લાયક ઉમેદવારોની ફિઝિકલ કસોટી બાદ તાલીમ માટે પસંદગી કરવામાં આવતી હોય છે. પરંતુ સાબરકાંઠામાં આવા યુવાનોને યોગ્ય તાલીમ આપવામાં આવી રહી નથી. જીલ્લામાં પસંદ કરવામાં આવેલા 60 યુવાનોને હિંમતનગરની એક શૈક્ષણિક સંકુલમાં રાખીને તાલીમ આપવાની શરુઆત કરવામાં આવી છે. પરંતુ રોજગાર વિભાગ (Employment Office)ના આયોજને જાણે કે હવે યુવાનોની મુશ્કેલીઓને વધારી દીધી છે.

યુવાનોએ કહ્યું હતુ કે અમને મેદાનની તકલીફ છે, જમવાની તકલીફ વર્તાઈ રહી છે. આ અંગે અમે રજુઆત કરી છે. અમારા દિવસો બગડી રહ્યા છે, આમ જ રહ્યું તો અમે પરત ઘરે જઈને ઘરેલુ પરિસ્થિતીમાં પ્રેકટીસ કરવા મજબૂર રહીશુ. યુવાનોને દોડવા સહિતની પ્રેકટીસ કરવાની હોય છે. આ ઉપરાંત પણ શારીરીક કસરતો કરવાની હોય છે.

પરંતુ દોડવા માટે યોગ્ય મેદાન નહીં હોવાથી સમસ્યા નડી રહી છે. યુવાનોએ ભરતી થવા માટે 5 કિલોમીટર દરરોજ નિયમિત દોડવુ જરુરી છે. અહીં મેદાનમાં દોડવુ શક્ય નહીં હોવાથી છેલ્લા ચાર પાંચ દિવસથી સમસ્યા નડી રહી છે તો ભોજનની પણ સમસ્યા વર્તાઈ રહી છે.

આખરે યુવાનોએ રોજગાર કચેરી સમક્ષ રજુઆત કરી હતી તો રોજગાર અધિકારી રહેવા જમવા અને મેદાનને લઈને નિરાકરણ લાવવા માટે સ્થળ મુલાકાત લેનાર છે. આ માટે યુવાનોને તાલીમ કેમ્પની મુલાકાત લઈ યુવાનોને તાલીમમાં સુધારા કરાશે. જોકે 30 દિવસના મર્યાદીત સમયમાં એક સપ્તાહ તો માત્ર રજુઆતો કરવામાં પસાર થઈ ચુક્યુ છે.

રોજગાર અધિકારી લેશે મુલાકાત

સાબરકાંઠા જીલ્લા રોજગાર અધિકારી સીડી ચૌધરીએ કહ્યું હતુ કે અમને આ અંગે રજુઆત મળી છે. જે બાબતે સ્થળ મુલાકાત લઈને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Medals in Olympics : ભારતીય પુરુષ હોકી ટીમનો કરિશ્મા, 41 વર્ષ બાદ પણ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવામાં હોકી ટીમ મોખરે

આ પણ વાંચોઃ Tokyo Olympics: બજરંગ પુનીયા ફાઇનલમાં પહોંચવાથી ચુક્યો, સેમીફાઇનલમાં અઝરબૈઝાનના રેસલર સામે હાર

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">