AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: જિલ્લા અને તાલુકા પંચાયતમાં સત્તાના સુત્રો કોણ કરશે હાંસલ, જાણો કોણે કરી દાવેદારી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગત ફેબ્રુઆરી મહિનાની 28મીએ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત (Sabarkantha District Panchayat) અને જિલ્લાની 8 તાલુકા પંચાયતો (Taluka Panchayat) તેમજ હિંમતનગર (Himmatnagar) અને વડાલી નગરપાલિકા (Nagar Panchayat)ઓની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.

Sabarkantha: જિલ્લા અને તાલુકા પંચાયતમાં સત્તાના સુત્રો કોણ કરશે હાંસલ, જાણો કોણે કરી દાવેદારી
Sabarkantha District Panchayat
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 16, 2021 | 9:46 PM
Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગત ફેબ્રુઆરી મહિનાની 28મીએ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત (Sabarkantha District Panchayat) અને જિલ્લાની 8 તાલુકા પંચાયતો (Taluka Panchayat) તેમજ હિંમતનગર (Himmatnagar) અને વડાલી નગરપાલિકા (Nagar Panchayat)ઓની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે (BJP) તમામ સંસ્થાઓમાં બહુમત વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ (Congress)ના ગઢ ગણાતા વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશિના જેવા વિસ્તારોમાં પણ કોંગ્રેસે પછડાટ મેળવી હતી. વિજયનગરમાં આપના ઉમેદવારે પણ ચૂંટણીમાં વિજય મેળવીને ખાતુ ખોલાવ્યુ હતુ. બુધવારે 17મી માર્ચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની નિમણૂંકો થનારી છે.

ચૂંટણીઓમાં વિજયી થવા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નિમણૂંક મેળવવા માટે વિજેતા ઉમેદવારોએ છેલ્લા કેટલાક દિવસથી કમરકસી લીધી હતી. જોકે આ દરમ્યાન મંગળવારે ફોર્મે ભરવાની પ્રક્રિયા કરવામાં આવતા મહંદઅંશે ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યુ હતુ. આમ વિજેતા ઉમેદવારોને પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની હરિફાઈની આતુરતાનો અંત આવ્યો હતો. આજે મંગળવારે ઉમેદવારી નોંધાવતા પરીણામોને લઈને બહુમત સ્થિતીને લઈને હાલ તો પ્રમુખ અને ઉપપ્રમુખની સ્થિતી પણ નક્કી જેવી લાગી રહી છે. આમ છતાં આવતીકાલે નિમણૂંક પહેલા આ પ્રમાણે ઉમેદવારી નોંધાઈ હતી. જૂઓ યાદી

સાબરકાંઠા જિલ્લા પંચાયતઃ પ્રમુખ-પટેલ ધીરજભાઈ (ભાજપ) અને ઉપપ્રમુખ-પરમાર અમૃતસિંહ દિપસિંહ (ભાજપ)

(1) હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ-પટેલ વિનોદચંદ્ર સોમાભાઈ (ભાજપ) ઉપપ્રમુખ-રાઠોડ હંસાબા પ્રવિણસિંહ (ભાજપ)

(2) ઈડર તાલુકા પંચાયત પ્રમુખ-વણકર હર્ષાબેન શામળભાઈ (ભાજપ) અને વણકર સવિતાબેન રમેશભાઇ (કોંગ્રેંસ) ઉપપ્રમુખ-પટેલ કાંતિલાલ પીતામ્બરદાસ (ભાજપ) અને રાઠોડ મહિપાલસિંહ દિપેન્દ્રસિંહ (કોંગ્રેસ)

(3) વડાલી તાલુકા પંચાયત પ્રમુખ-ખાંટ બાબુભાઈ બહેચરભાઈ (ભાજપ) ઉપપ્રમુખ-પટેલ રશ્મિકાબેન જયેશકુમાર (ભાજપ)

(4) ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ-પરમાર મોંદણબેન શિવાભાઈ (ભાજપ), ઉપપ્રમુખ-ગમાર વિરજીભાઈ ભૂરાભાઈ (ભાજપ) અને વાઘેલા લક્ષ્મીબા મહેન્દ્રસિંહ (કોંગ્રેસ)

(5) પોશિના તાલુકા પંચાયત પ્રમુખ-ગમાર ચિમનભાઇ ખેતાભાઇ (ભાજપ) અને ડાભી ઉષાબેન (કોંગ્રેસ) ઉપપ્રમુખ-તરાર ગુલાબભાઇ કાળાભાઇ (ભાજપ) અને પરમાર સુમાબેન નટુભાઇ (ભાજપ), બુંબડીયા મમતા ભરતભાઇ (કોંગ્રેસ)

(6) વિજયનગર તાલુકા પંચાયત પ્રમુખ-નિનામા દીપકકુમાર કાલિદાસ (ભાજપ), ગામેતી બિપીનકુમાર (આપ) ઉપપ્રમુખ-રબારી બબુબેન પનાભાઈ (ભાજપ) અને મિરાબેન ડામોર (કોંગ્રેસ)

(7) તલોદ તાલુકા પંચાયત પ્રમુખ-ઝાલા મિનળદેવી નરેન્દ્રસિંહ (ભાજપ) અને ઝાલા કૈલાસબા (અપક્ષ) ઉપપ્રમુખ-પટેલ સંજય લખાભાઇ (ભાજપ) અને સોંલકી વક્તુસિંહ રામસિંહ (કોંગ્રેસ)

(8) પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ-મકવાણા વર્ષાબા દિલીપસિંહ (ભાજપ) ઉપપ્રમુખ-રાઠોડ કતુસિંહ પરબતસિંહ (ભાજપ)

g clip-path="url(#clip0_868_265)">