Rain Update: મોડાસા અને હિંમતનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, સાઈન બોર્ડ હવામાં ઉડ્યા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે ભારે પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વિજ પૂરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો હતો.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કરી દીધા છે. અગાઉના ધોધમાર કમોસમી વરસાદના રાઉન્ડથી માંડ માંડ કળ વાળવાનો ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે. ત્યા છેલ્લા એક સપ્તાહથી ખેડુતો પરેશાન બન્યા છે. છેલ્લા એક સપ્તાહથી અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાઓમાં મોટા ભાગના તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સવારે તડકાથી શરુઆત થવા બાદ બપોર થતા જ માહોલ પલટાઈ જાય છે. મંગળવારે બપોર બાદ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં અડધા ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો.
મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, વડાલી અને પોશીના પંથકમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના મોડાસ સહિત અનેક હિસ્સાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
ખેડબ્રહ્માંમાં અડધો ઈંચ
મંગળવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસવા પહેલા વાતાવરણ એકદમ ધૂંધળૂ અનેક વિસ્તારોમાં છવાઈ ગયુ હતુ. આંધી ફૂંકાવા બાદ સાંજ પડતા જ કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં ધોધમાર સ્વરુપે તો ક્યાંક ઝાપટા સ્વરુપે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં અડધો ઈંચ જેટલો કમોસમી વરસાદ મંગળવારે ખાબક્યો હતો. પ્રાંતિજના વડાવાસા, કતપુર, લીમલા અને ઓરાણ, તાજપુર પંથકમાં ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતોએ ફરી એકવાર કુદરતો માર સહન કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ Aravalli: દિપડાની દહેશતથી ખેડૂતો પરેશાન, રાત પડતા જ ગામડાઓમાં કરફ્યુ જેવો માહોલ છવાઈ જાય છે
હિંમતનગરમાં સાઈન બોર્ડ ઉડ્યા
ભારે પવન ફૂંકાવાને લઈ હિંમતનગર શહેરમાં અનેક સ્થળો પર સાઈન બોર્ડ ઉડ્યા હતા. શહેરના ભરચક વિસ્તાર ટાઉ હોલ પાસે સાઈન બોર્ડ હવામાં ઉડીને નિચે પડતા વિસ્તારમાં લોકોમાં ઈજા થવાનો ડર ફેલાયો હતો. હિંમતનગર શહેરમાંથી પસાર થતા ઈડર સ્ટેટ હાઈવે પર લાગેલા સાઈન બોર્ડ ભારે પવન ફૂંકાતા હવામાં ઉડવા લાગ્યા હતા. પાલિકા દ્વારા હવે ચોમાસાની શરુઆત પહેલા આવા જોખમી સાઈન બોર્ડ ઉતારી લેવા માટે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. આ માટેની કાર્યવાહી પણ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે, જેથી લોકોની સલામતી જોખમાય નહીં.
આ પણ વાંચોઃ GT vs DC: હાર્દિક પંડ્યા 19 ઓવર મેદાને રહ્યો છતા ગુજરાતનો પરાજય, અંતિમ ઓવરમાં થઈ ગયો ‘ખેલ’
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…