ભાદરવી પૂર્ણિમાને લઈ માર્ગો પર પદયાત્રી ભક્તોની ભીડ ઉભરાઈ, અંબાજી જતા માર્ગો જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યા, જુઓ Video
અંબાજી તરફ જનારા પદયાત્રીઓનો ધસારો છેલ્લા બે દિવસથી વધવા લાગ્યો છે. અંબાજીને જોડતા તમામ માર્ગો પર અંબાજી પદયાત્રી ભક્તોની ભીડથી જ ઉભરાતો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થઈને મોટી સંખ્યામાં ભક્તો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. પદયાત્રીઓને માટે માર્ગમાં સરકારી તંત્ર હોય કે સ્થાનિક સેવાભાવી લોકો સતત ખડેપગે સેવા કરવા માટે તૈયાર ઉભા છે.
અંબાજી તરફ જનારા પદયાત્રીઓનો ધસારો છેલ્લા બે દિવસથી વધવા લાગ્યો છે. અંબાજીને જોડતા તમામ માર્ગો પર અંબાજી પદયાત્રી ભક્તોની ભીડથી જ ઉભરાતો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થઈને મોટી સંખ્યામાં ભક્તો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. પદયાત્રીઓને માટે માર્ગમાં સરકારી તંત્ર હોય કે સ્થાનિક સેવાભાવી લોકો સતત ખડેપગે સેવા કરવા માટે તૈયાર ઉભા છે.
આ પણ વાંચોઃ Aravalli: બાયડ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતી પાક નિષ્ફળ, વરસાદી પાણીથી ધોવાણ થતા ખેતરોમાં કોતરો સર્જાઈ ગઈ! જુઓ Photo
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા માર્ગો પરથી અંબાજી પદયાત્રીઓનો ધસારો મોટી સંખ્યામાં અંબાજી તરફ આગળ વધી રહ્યો છે. હવે જેમ જેમ ભાદરવી પૂર્ણિમા નજીક આવી રહી છે, એમ ભક્તોની ભીડમાં વધારો જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ જય અંબેના નાદ સાથે આગળ વધી રહી છે. કોઈ માનો રથ ખેંચીને ભક્તિનો આનંદ રહી રહ્યુ છે, તો કોઈ હાથમાં ધજા લઈને ભક્તિનો આનંદ મેળવી રહ્યુ છે. તો વળી સેવા ભાવી લોકો થાક્યા વિના પદયાત્રીઓને દરેક જરુર માટે મદદ કરવા માટે ખડે પગ રહેતા નજર આવતા હોય છે.
અસામાન્ય વાતાવરણમાં પણ યાત્રાળુઓ ઉમટ્યા
હાલમાં જોકે બપોરે ભારે બફારો અને સવાર-સાંજ વરસાદી છાંટા પદયાત્રીકોને પરેશાન કરી રહ્યા છે. આમ છતાં ભક્તો અંબાજી તરફ પ્રયાસ કરી રહ્યા છે. જોકે બપોરે રસ્તા પર ભારે બફારાને લઈ ભીડમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ સવાર સાંજ અને રાત્રી દરમિયાન મોટી ભીડ રસ્તા પર પદયાત્રી શ્રદ્ધાળુઓના રુપમાં જોવા મળતી હોય છે.કમાલપુર ગામના બળવંત પટેલ કહે છે, પદયાત્રીકોની જરુરિયાત મુજબ સેવા કરવામાં આવે છે. તેમના રહેવા, આરામ કરવા, નાહ્વા, કપડા ધોવા, જમવા, ચા-નાસ્તો સહિતની પદયાત્રીકો જેમ કહે એ સેવા ઉપલબ્ધ કરાવીએ છે.
હિંમતનગર-ખેરોજ સ્ટેટ હાઈવે માટે જાહેરનામું
બીજી તરફ તંત્ર દ્વારા પણ સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર સાબરકાંઠા જિલ્લામાં પડકાર રુપ રહેશે. આ દિવસો દરમિયાન ભક્તોની ભીડમાં વધારો જોવા મળશે. રસ્તા પર વાહન વ્યવહાર વચ્ચે સલામત રીતે હજ્જારો પદયાત્રીઓને આગળ વધારવા એ મોટા પડકારથી સહેજે કમ નથી.
જોકે આ વર્ષે સાબરકાંઠા ક્લેકટર નૈમેષ દવેએ મહત્વનો નિર્ણય લેતા હિંમતનગર થી ઈડર થઈને પસાર થતા ખેરોજ સુધીના ફોર ટ્રેક સ્ટેટ હાઈવેની ડાબી આખીય લાઈન પદયાત્રીકો માટે ખુલ્લી રાખી વાહનો માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ માટે જાહેરનામું બહાર પાડીને વાહનોને માત્ર જમણી લેનના માર્ગમાં જ હંકારવા માટે આદેશ કરાયો છે. આમ પદયાત્રીઓને પગપાળા આગળ વધવા માટેની તમામ અડચણો દૂર થવા સાથે સલામત યાત્રા બની ચૂકી છે.
ક્લેકટરે રાત્રે સ્વંય નિરીક્ષણ કર્યુ
પદયાત્રી ઉમંગ નાયીએ કહ્યુ હતુ કે, 2 લાઈન અલગ ફાળવી દેવાને લઈ અમારે ચાલવાને લઈ મોટી સલામતી થઈ ગઈ છે. બીજી તરફ પદયાત્રીઓની સમસ્યા અને તેના નિરાકરણ માટે કરેલ સૂચન પાલન અંગે સ્વંય સાબરકાંઠા ક્લેકટરે જ માર્ગો પર ફરીને નિરીક્ષણ કરતા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ એલર્ટ મોડમાં જોવા મળ્યા હતા.
તારીખ 23/9/23 ના રોજ અંબાજી ખાતે પગપાળા જતા યાત્રાળુઓ માટે કરવામાં આવેલ વિસામાઓની રાત્રિ દરમિયાન મુલાકાત લઇ યાત્રાળુઓ તેમજ વિસામાના આયોજકોને ટ્રાફિક નિયમન જાળવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.@CMOGuj @INFOSABARKANTHA @InfoGujarat pic.twitter.com/KLkxMzowOF
— Collector Sabarkantha (@CollectorSK) September 24, 2023
સરકારી તંત્રએ દર વખતની જેમ આ વખતે પણ આરોગ્યલક્ષી લેવા કેમ્પ સહિત રસ્તામાં પદયાત્રીઓને સલામતી અને સરળતા થાય એ માટે શક્ય તમામ પ્રયાસો કર્યા છે. જેને લઈ યાત્રીકોને માટે અંબાજીનો રસ્તો સરળતાથી પસાર થવાનો અહેસાસ થઈ રહ્યો છે.