Monsoon 2023: હરણાવ ડેમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચ્યો, 17 ગામને એલર્ટ કરાયા

Harnav Dam Warning Stage: હરણાવ નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. હરણાવ નદીમાં સોમવારે એક જ દિવસમાં પાંચ ટકા જળસંગ્રહનો વધારો થયો છે. પાણીની આવક વધવાને લઈ હવે જળ સપાટી વોર્નિગ સ્ટેજ કરતા વધારે થતા જ ખેડબ્રહ્મા તાલુકાના નિચાણવાળા નદી કાંઠા વિસ્તારને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે. ઉપરવાસમાં વરસાદની સંભાવનાઓ જોતા નદીમાં પાણી છોડવાની સ્થિતિ ઉભી થવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેત રહેવા માટે તાકીદ કરાઈ છે.

Monsoon 2023: હરણાવ ડેમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચ્યો, 17 ગામને એલર્ટ કરાયા
17 ગામને એલર્ટ કરાયા
Follow Us:
| Updated on: Sep 18, 2023 | 8:24 PM

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 72 કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા ઉપરાંત ઉપરવાસ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેતા સ્થાનિક નદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. સિંચાઈ માટે જળાશયોમાં પાણીને લઈ ચિંતા સતાવી રહી હતી. પરંતુ હાલમાં વરસાદના નવા રાઉન્ડને લઈ નવી આવક જળાશય-ડેમમાં થવા લાગી છે. હરણાવ સ્ટેજ-2 ડેમને લઈ વોર્નિંગ એલર્ટ અપાઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: બાયડમાં ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે ભરાયેલા પાણીની સ્થિતિ યથાવત્, જુઓ Drone video

હરણાવ નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. હરણાવ નદીમાં સોમવારે એક જ દિવસમાં પાંચ ટકા જળસંગ્રહનો વધારો થયો છે. પાણીની આવક વધવાને લઈ હવે જળ સપાટી વોર્નિગ સ્ટેજ કરતા વધારે થતા જ ખેડબ્રહ્મા તાલુકાના નિચાણવાળા નદી કાંઠા વિસ્તારને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે. ઉપરવાસમાં વરસાદની સંભાવનાઓ જોતા નદીમાં પાણી છોડવાની સ્થિતિ ઉભી થવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેત રહેવા માટે તાકીદ કરાઈ છે.

પાંચ ટકા જળ જથ્થો વધ્યો

ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ આજે સોમવારે હરણાવ નદીમાં નોંધપાત્ર આવક નોંધાઈ હતી. જેને લઈ હરણાવ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો. સવારે 7 કલાકે હરણાવ ડેમમાં જળસંગ્રહ 77.70 ટકા જેટલો હતો. જે સાંજે 7 કલાકે વધીને 83.76 ટકાએ પહોંચ્યો હતો. આમ દિવસ દરમિયાન વરસાદી પાણીની આવક થવાને લઈ ડેમમાં પાંચ ટકા જળ જથ્થો વધ્યો હતો.

ડેમની મહત્તમ જળસપાટી હાલમાં દોઢેક મીટર જેટલી દુર છે, પરંતુ જે રીતે હાલમાં વરસાદી માહોલ જામ્યો છે, તેને લઈ વરસાદની આગાહી મુજબ વધારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની સ્થિતિમાં ઉપરવાસમાંથી નદીમાં પાણીનો જથ્થો વધતા નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. આમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચ્યા બાદ વિસ્તારના કાંઠા અને નિચાણવાળા એરિયાને સાવચેત કરવામાં આવ્યા છે. હરણાવ નદીમાં પાણી હાલ પણ વહેવાને લઈ કેટલાક ડીપ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ખેડબ્રહ્મા શહેરમાં આવેલ નિચેનો બેઠો પુલ પણ હાલમાં બંધ કરી દઈ સાવચેતીના પગલા ધરવામાં આવ્યા છે.

ખેડબ્રહ્માના 17 ગામને સાવચેત કરાયા

ગમે ત્યારે હરણાવ ડેમમાંથી પાણી છોડવાની પરિસ્થિતિ ઉભી થઈ શકે એમ હોવાની સંભાવનાને લઈ નિચાણ વાળા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે. જેમાં ખેડબ્રહ્મા તાલુકાના નીચી ધનાલ, વાસણા, ગલોડીયા, જગમેર, પાદરડી, રુદ્રમાળા, દેરોલ, પરોયા, જગન્નાથપુરા, વાઘેશ્વરી, કલોલ, સીલવાડ, વાલરણ, લક્ષ્મીપુરા, નાકા અને પઢારા સહિત ખેડબ્રહ્મા શહેરના નિચાણ વાળા વિસ્તારને સાવચેત કરાયા છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video