AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇડર માર્કટયાર્ડમાંથી 1,55,069 કિલો સરકારી અનાજ અને કઠોળ ઝડપાયું, 4 પેઢી સામે પોલીસ ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં બનાસકાંઠા જિલ્લાની પૂરવઠા વિભાગની ટીમોએ માર્કેટયાર્ડમાં દરોડા પાડ્યા હતા. ચાર પેઢીઓમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ મામલે હવે ચાર પેઢીઓના સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સરકારી અનાજને બારોબાર વેચવાને મામલે પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.

ઇડર માર્કટયાર્ડમાંથી 1,55,069 કિલો સરકારી અનાજ અને કઠોળ ઝડપાયું, 4 પેઢી સામે પોલીસ ફરિયાદ
4 પેઢી સામે પોલીસ ફરિયાદ
| Updated on: Feb 07, 2024 | 9:23 AM
Share

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન જેના તાર સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ખૂલ્યા હતા. દાંતા અને ઇડરની પેઢીઓ વચ્ચે સરકારી અનાજ લે વેચ કરવામાં આવતું હોવાનું ખુલતા આ મામલે ઇડર માર્કેટયાર્ડમાં આવેલી સહકાર ટ્રેડિંગ, શાહ રતનલાલ પેઢી, ભારત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને નેશનલ ટ્રેડર્સ નામની પેઢીઓમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન પેઢીઓમાંથી મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો વેચાણ કરવા માટે સંગ્રહ કરેલો જણાઈ આવ્યો હતો. જેને લઈ સ્થાનિક ઇડર મામલતદારે આ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

34.25 લાખનો જથ્થો ઝડપાયો

સરકારી અનાજને ગરીબો સુધી પહોંચાડવાને બદલે બારોબાર જ વગે કરી દેવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી હોય છે. આવી જ રીતે બાતમી મળવાને લઈ બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી કિરીટ ચૌધરી અને તેમની ટીમ દ્વારા દાંતા તાલુકામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જેના તાર ઇડરમાં ખૂલ્યા હતા. જેને લઈ પાલનપુરની ટીમોએ ઇડરમાં દરોડો પાડ્યો હતો.

જેમાં સ્થાનિક અધિકારીઓ પણ દરોડાની તપાસમાં જોડાયા હતા. આ દરમિયાન ચાર પેઢીઓમાંથી સરકારી ચોખા, ઘઉં અને ચણાનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો. જેમાં ચારેય પેઢીમાંથી 52,180 કિલોગ્રામ ચોખા, 1,00,800 કિલોગ્રામ ઘઉં અને 2089 કિલોગ્રામ ચણાનો જથ્થો ઝડપાયો હતો. જે જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ હેઠળના વિતરણ થતા ચોખા સહિતનો ઝડપાઈ આવ્યો હતો. જે ફક્ત રાશનિંગના કાર્ડ ધારકોને જ સરકાર તરફથી આપવામાં આવે છે.

ચાર પેઢી સંચાલકો સામે ગુનો નોંધાયો

સરકારી અનાજ અને કઠોળનો જથ્થો ઝડપાઇ આવવાને લઈ ઇડર મામલતદાર વીઆર જોષીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 35.25 લાખ રુપિયાની કિંમતનો જથ્થો અને વાહનો જપ્ત કરીને ચાર પેઢીઓના સંચાલકો સામે ગુનો નોંધાવ્યો છે. જેમાં પીડીએસ કંટ્રોલ ઓર્ડર સહિત આવશ્યકત ચીજવસ્તુ સહિતની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોની સામે નોંધાયો ગુનો?

  1. મેમણ મહંમદ એઝાઝ સફીભાઈ, રહે ગંભીરપુર, પેઢી-સહકાર ટ્રેડીંગ, દુકાન નંબર 57, જૂના માર્કેટયાર્ડ, ઇડર
  2. શાહ મુકેશ રતનલાલ, રહે શ્રીનગર, પેઢી-શાહ રતનલાલ પન્નાલાલ, દુકાન નંબર 96, જૂના માર્કેટયાર્ડ, ઇડર
  3. જાવેદ હુસેન હાજી ઉસ્માનભાઈ, રહે અમનપાર્ક, પેઢી-ભારત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, દુકાન નંબર 39, 40, જૂના માર્કેટયાર્ડ, ઇડર
  4. મેમણ જાવેદ હનિફભાઈ, રહે ઇડર, પેઢી-નેશનલ ટ્રેડર્સ, દુકાન નંબર 76, જૂના માર્કેટયાર્ડ, ઇડર

આ પણ વાંચો: મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં ઘણું બધું બદલાઈ જશે, કેવા થશે ફેરફાર? જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">