Sabarkantha: ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિરે દોઢ કિલોના સોનાના આભૂષણો અર્પણ કરાયા, ભક્તે પટોળુ ચરણોમાં ધર્યુ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલ અંબાજી માતાજીના મંદિરમાં સોનાના આભૂષણોના શણગારમાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરે દોઢ કિલોથી વધુના સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા અંબાજી માતાજીના મંદિરના શણગારમાં વધારો કરવામાં આવ્યો છે. સોનાના આભૂષણોમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દોઢ કિલો સોનાના ઘરેણાં વટ સાવિત્રી પૂર્ણિમાને લઈ મંદિરમાં અર્પણ કર્યા છે. આમ મંદિરમાં માતાજીનો શણગાર વધુ રુઆબદાર જોવા મળશે.
પૂર્ણિમા અને રવિવારના દિવસે અહિં દર્શન કરવા માટે ભક્તોનો ધસારો મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. ભક્તોની ભીડ અહીં ઉભરાતી હોય છે. દૂર દૂરથી ભક્તો અહીં પૌરાણિક મંદિરના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉભરાતી હોય છે.
સોનાના ઘરેણાં અર્પણ કરાયા
ખેડબ્રહ્મા અંબાજી મંદિરનો શણગાર દરેક પૂર્ણિમાએ વધતો જોવા મળતો હોય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં સુવર્ણ અને ચાંદીનો શણગાર વધારવામાં આવતો હોય છે. તો ભક્તો પણ મોટા પ્રમાણમાં અહીં સુવર્ણ અને ચાંદીનુ તેમજ તેના ઘરેણાંનુ દાન કરતા હોય છે. આવી જ રીતે સોનાના આભૂષણોને પૂર્ણિમા નિમિત્તે અર્પણ કરવામાં આવ્યા છે. દાન દ્વારા મળેલ સોના અને મંદિર તરફથી ખરીદવામાં આવેલ 1560 ગ્રામ સુવર્ણના આભૂષણ તૈયાર કરવામાં આવ્યા હતા.
95 લાખ રુપિયાની કિંમતના આભૂષણો તૈયાર કરવામં આવ્યા છે. જેમાં માતાજીનો મુગટ, માતાજીના કુંડળ ઉપરાંત માતાજીના શણગાર માટે કલગી, સોનાનો હાર, નથ, ચાંદલો, આંચ અને નીલમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માતાજીના દિવા માટે ખાસ મોર છાપ દીવી ચાંદીમાંથી તૈયાર કરવામાં આવી છે.
ભક્તે પટોળુ અર્પણ કર્યુ
અંબિકા માતાજીને સોનાનુ પટોળુ વડોદરાના ભક્તે અર્પણ કર્યુ છે. અંબાજી માતાના ભક્તે રુપિયા 1.80 લાખ રુપિયાની કિંમતનુ પટોળુ અર્પણ કર્યુ છે. મદિરમાં આમ સુંદર આભૂષણ મંદિરના ગર્ભગૃહના રુઆબને વધારે સુંદર બનાવશે. માતાજીના ભક્તો પૂર્ણિમાએ દાન અને ભેટનો ધોધ વહાવતા હોય છે. સોનાના ઘરેણા અને સોનાનુ દાન પણ ભક્તો દ્વારા કરવામાં આવતુ હોય છે. આવી જ રીતે ખેડબ્રહ્મા માતાજીના મંદિરે મુગટથી લઈને અનેક શણગારને ભક્તોએ ભેટ ધર્યા છે. જેનાથી માતાજીનો શણગાર સુંદર લાગતો હોય છે.