હિંમતનગર અને મોડાસામાં મીટર પ્રથાને લઈ ખેડૂતોએ હોર્સ પાવર આધારિત વિજળી આપવાની કરી માંગ, રેલી નિકાળી આવેદન પત્ર આપ્યા

ખેતીના વિજ મીટરને લઈને પણ હોર્સ પાવર આધારિત વિજ દર નક્કિ કરવા માટે માંગણી કરવામાં આવી હતી. ખેડૂતોના સાતેક જેટલા પ્રશ્નોને લઈ આવેદન પત્ર આપીને વિરોધ દર્શાવ્યો હતો.

હિંમતનગર અને મોડાસામાં મીટર પ્રથાને લઈ ખેડૂતોએ હોર્સ પાવર આધારિત વિજળી આપવાની કરી માંગ, રેલી નિકાળી આવેદન પત્ર આપ્યા
હિંમતનગરમાં રેલી યોજી આવેદન પત્ર આપ્યુ હતુ
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jul 04, 2022 | 5:32 PM

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી જિલ્લામાં કિસાન સંઘ દ્વારા ખેડૂતોની સમસ્યાઓને લઈને આવેદન પત્ર આપ્યા હતા. કિસાન સંઘ (Kisan Sangh) અને ખેડૂત આગેવાનોએ એકઠા થઈને હિંમતનગર અને મોડાસા (Modasa) માં આવેદન પત્ર આપ્યા હતા. ખેતીના વિજ મીટરને લઈને પણ હોર્સ પાવર આધારિત વિજ દર નક્કિ કરવા માટે માંગણી કરવામાં આવી હતી. ખેડૂતોના સાતેક જેટલા પ્રશ્નોને લઈ આવેદન પત્ર આપીને વિરોધ દર્શાવ્યો હતો. હિંમતનગર શહેરમાં પણ જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી નિકાળીને ખેડૂતો પહોંચ્યા હતા. સાથે જ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની માંગ કરવામાં આવી હતી.

ખેડૂતો હાલમાં અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોની સમસ્યાઓ પણ ઉકેલાઈ રહી નથી. જેને લઈને અનેકવાર રજૂઆતો કરવા છતાં કેટલાક પ્રશ્નોમાં સ્થિતી ઠેરના ઠેર રહેતી હોય છે. એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતેની આવકને બમણી કરવા પર ભાર મૂક્યો છે અને સાથે જ ખેડૂત લક્ષી યોજનાઓ પણ અમલમાં મુકી છે. ત્યાં બીજી તરફ કેટલાક પ્રશ્નો પણ ખેડૂતોને સતાવી રહ્યા છે. જેને લઈ કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર આપીને સમસ્યાઓનો અંત લાવવા માટે માંગ કરવામાં આવી હતી. આ માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા.

વિજ મીટર પ્રથા દૂર કરવા માંગ કરાઈ

હિંમતનગર શહેરમાં મહેતાપુરા સર્કલ ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને સભા યોજી હતી અને બાદમાં રેલી નિકાળી હતી. ખેડૂતોને મળતી વીજળીમાં વીસંગતતા હોવાને લઈ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતોને હોર્સ પાવર અને મીટર આધારિત એમ બે પ્રકારે વીજળી મળતી હોય છે. જેમાં મીટર આધારિત વીજળી ખેડૂતોને મોંઘી પડતી હોય છે, જેને લઇ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધુ પણ વધુ થાય છે. જ્યારે હોર્સ પાવર પાવર આધારિત વિજળીથી ખેતીમાં ખેડૂતોને રાહત રહેતી હોય છે. જેથી ખેડૂતો વિજ મીટરના બદલે હોર્સ પાવર આધારિત વિજળી આપવા માંગ કરી છે.

આ ઉપરાંત ખેડૂતોને સૂર્યોદય યોજનાનો પૂરો લાભ મળ્યો નથી. રાત્રીના બદલે દિવસે વીજળી આપવાની યોજનાનો અમલ પણ પૂર્ણ રીતે કરવામાં આવ્યો નથી. જેથી તેને સંપૂર્ણ પણ લાગુ કરવા માટેની માંગ કરવામાં આવી છે. તેમજ કેનાલ આધારિત સિંચાઈનો પણ લાભ પૂરા પ્રમાણમાં મળી રહ્યો નથી. જેને લઈ કેનાલ આધારિત સિંચાઈ થી ખેડૂતોને યોગ્ય લાભ આપ કરી આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati