AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરડેરીની ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરુ, ‘અમૂલ’ ને લઈ સૌની નજર મંડરાઇ

સાબરડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ કરતા વધારે પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. સાબરડેરીની મતદાર યાદી બુધવાર એટલે કે 31 જાન્યુઆરીથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં દર્શાવ્યુ છે કે, આગામી 6, જાન્યુઆરી સુધી મતદાર યાદી અંગે વાંધા, દાવા અને હક્ક રજૂ કરી શકાશે.

સાબરડેરીની ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરુ, 'અમૂલ' ને લઈ સૌની નજર મંડરાઇ
ચૂંટણીની તૈયારીઓ શરુ
| Updated on: Jan 31, 2024 | 11:07 AM
Share

સાબરડેરીની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે જ સાબરડેરીની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. મતદાર યાદી પ્રસિદ્ધ કરવા સાથે જ હવે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. મતદાર યાદી સામે વાંધો રજૂ કરવા માટે અપાયેલ સમય બાદ સુનાવણી કરીને શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. આ સાથે જ હવે રાજ્ય ભરના સહકારી રાજકારણની નજર આ તરફ મંડરાઈ છે.

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદે શામળ પટેલ છે. જેઓ સાબરડેરીના ચેરમેન છે, જેના પાયા પર જ તેઓ અમૂલની કમાન સંભાળી રહ્યા છે. શામળ પટેલ માટે આ મહત્વની ચૂંટણી છે અને તેમાં જીત તેઓને અમૂલના પદને જાળવી શકે છે. આ માટે રાજ્ય ભરના સહકારી રાજકારણની નજર અહીં મંડરાઈ છે.

આખરી મતદાર યાદી 9મીએ પ્રસિદ્ધ થશે

સાબરડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ કરતા વધારે પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. જેને લઈ સાડા ત્રણ લાખ પશુપાલકોની નજર પણ હવે સાબરડેરી પર મંડરાઈ છે. સાબરડેરીની મતદાર યાદી બુધવાર એટલે કે 31 જાન્યુઆરીથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં દર્શાવ્યુ છે કે, આગામી 6, જાન્યુઆરી સુધી મતદાર યાદી અંગે વાંધા, દાવા અને હક્ક રજૂ કરી શકાશે. જે નાયબ ક્લેકટર હિંમતનગરની કચેરીએ રજૂ કરી શકાશે.

ત્યાર બાદ હક્ક અને દાવા, વાંધાની રુબરુ સુનાવણી 7મી જાન્યુઆરીએ સવારે 11 ક્લાકથી યોજવામાં આવશે. જેના બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધિ 9મી જાન્યુઆરી ને શુક્રવારે થશે. આ સાથે જ ચૂંટણીના શેડ્યૂલને પણ જાહેર કરવામાં આવી શકે છે.

બાદમાં જાહેર થશે ચૂંટણી કાર્યક્રમ

આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી કાર્યક્રમને જાહેર કરવામાં આવશે. આમ આગામી એક મહિનામાં જ સાબરડેરીનું નવુ નિયામક મંડળ ચૂંટાઈ આવશે. સાથે જ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માર્ચમાં પૂર્ણ થઈ શકે છે.

આ પણ વાંચો: શિક્ષણ જગતના જાણીતા ગામની સરકારી શાળામાં તસ્કરો ત્રાટક્યા, ફરિયાદની મંજૂરી આપવામાં 2 સપ્તાહ વિત્યા!

ચૂંટણીની પ્રક્રિયા શરુ થવા સાથે જ બંને જિલ્લાના સહકારી રાજકારણીઓ દોડતા થઈ ચૂક્યા છે. કેટલાક નેતાઓ મેન્ડેટ માટે દોડતા થયા છે, તો કેટલાક હરીફને મેન્ડેટ ના મળે એ માટે પ્રયાસોમાં લાગી ચૂક્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">