સાબરકાંઠામાં કોરોનામાં વોરિયર્સ જીવનાં જોખમે ફરજ બજાવતા હોવા છતાં પગારનાં ધાંધિયા, બે માસનાં બાકી પગાર માટે રાહ જોતા કર્મી

કોરોનાંના સમયકાળમાં પણ જીવનાં જોખમે ફરજ બજાવતા કર્મચારીઓને મોટાઉપાડે નામ તો કોરોના વોરીયર્સ આપી દેવામાં આવ્યું પણ સચ્ચાઈ એ છે કેસાબરકાંઠા જિલ્લા પંચાયતના  આરોગ્ય વિભાગનાં 730 જેટલા કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગાર માટે ફાંફા મારી રહ્યા છે. ગત માર્ચ માસથી શરૂ થયેલ કોરોનાની મહામારીને લઇને આરોગ્ય કર્મીઓ  દિવસ રાત કામ કરી રહ્યા છે. ત્યારે તંત્રની […]

સાબરકાંઠામાં કોરોનામાં વોરિયર્સ જીવનાં જોખમે ફરજ બજાવતા હોવા છતાં પગારનાં ધાંધિયા, બે માસનાં બાકી પગાર માટે રાહ જોતા કર્મી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 01, 2020 | 7:24 AM

કોરોનાંના સમયકાળમાં પણ જીવનાં જોખમે ફરજ બજાવતા કર્મચારીઓને મોટાઉપાડે નામ તો કોરોના વોરીયર્સ આપી દેવામાં આવ્યું પણ સચ્ચાઈ એ છે કેસાબરકાંઠા જિલ્લા પંચાયતના  આરોગ્ય વિભાગનાં 730 જેટલા કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગાર માટે ફાંફા મારી રહ્યા છે.

ગત માર્ચ માસથી શરૂ થયેલ કોરોનાની મહામારીને લઇને આરોગ્ય કર્મીઓ  દિવસ રાત કામ કરી રહ્યા છે. ત્યારે તંત્રની લાપરવાહીને લઇને કોરોના વોરિરીયર્સનો પગાર જાણે કે અનિયમીત બની રહ્યો છે.  છેલ્લા બે માસ થી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પગાર થયા નથી. જેના કારણે 730 જેટલા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે જિલ્લા કર્મચારી મંડળ દ્વારા પણ આરોગ્ય વિભાગને લેખિત અને  મૌખીક રજુઆત કરવામાં આવી છે.  મેઈલ અને ફિમેલ હેલ્થ વર્કર, લેબટેક્નિશિયન, ફાર્મસીસ્ટ અને સ્ટાફ નર્સ જેવી અલગ અલગ સાત કેડર માં ફરજ બજાવતા,  730 જેટલા કર્મચારીઓ પગાર સમયસર નહી મળવાને લઇ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આરોગ્ય કર્મચારી મંડળના જિલ્લા પ્રમુખ આશિષ ભ્રહ્મભટ્ટ કહે કે કર્મચારીઓ ને અનેક પ્રકારે હાલની સ્થિતીમાં ઝઝુમવુ પડે છે, જેને અમે અનેક રીતે લડીને કોરોનાના કપરા કાળને પાર પાડવા માટે પ્રયાસ કરીએ છીએ. પરંતુ આમ છતાં પણ પગાર સમય સર ના મળે ત્યારે અમારે ઘર ગુજરાન માટેની વિટંબણાં સામે પણ લડવુ પડે છે. આ માટે અમે અમારા વિભાગના અધીકારીઓને પણ મૌખીક અને લેખીત પણ રજુઆત કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હેઠળ ની જિલ્લામાં  40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 250 સબ સેન્ટર અને આઠ તાલુકા કક્ષાએ બ્લોક હેલ્થ કચેરી ઓ આવેલી છે. જેમાં અલગ અલગ હોદ્દાઓ પર કામ કરતા આરોગ્ય કર્મચારીઓ ને ઓગસ્ટ માસ નો પગાર હજુ સુધી ચૂકવાયો નથી. તો ચાલુ માસ સપ્ટેમ્બર પણ પૂર્ણ થયો આમ છતાં પગાર ના થવાને લઈ કર્મચારી મંડળ દ્ગારા આરોગ્ય વિભાગ ને લેખિત જાણ કરી છે.  સાથે જ જો આગામી સાત ઓક્ટોબર સુધી બે માસ નો પગાર નહીં ચૂકવી આપવામાં આવે તો ક્રમચારીઓ અનોખો વિરોધ દર્શાવશે. જેમાં કર્મચારીઓ હાલની સ્થિતિને લઇને સમયસર ફરજ પર તો આવશે જ અને કામ પણ કરશે, પરંતુ કર્મચારીઓનાં કામનુ રિપોર્ટિંગ વડી કચેરીએ કરશે નહીં. જોકે આ મામલે જિલ્લા આરોગ્ય અધીકારી ડૉ રાજેશ પટેલે  આખરે વિવાદને ટાળવા માટે લુલો બચાવ કરતો જવાબ વાળ્યો હતો કે, ટુંક સમયમાં જ તેમનો પગાર કરી દેવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">