Russia Ukraine War: યુક્રેન ફસાયેલા રાજકોટના બે વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા,હજુ 13 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા

રાજકોટ જિલ્લાના વધુ બે વિધાર્થીઓ આજે વતન પરત આવ્યા હતા જો કે હજુ પણ 13 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે પરંતુ તમામ વિધાર્થીઓ સુરક્ષિત હોવાનો જિલ્લા વહીવટી વિભાગે દાવો કર્યો છે.આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ગોંડલની બંસી રામાણી તથા દેવાંશી દાફડા આજે તેમના ઘરે પહોંચ્યા હતા.

Russia Ukraine War: યુક્રેન ફસાયેલા રાજકોટના બે વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા,હજુ 13 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા
Rajkot Parent of Student Who Trapped In Ukraine
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 01, 2022 | 10:14 PM

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા રાજકોટ(Rajkot)  જિલ્લાના નાગરિકોની વતન વાપસી માટે જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે રહીને શક્ય તમામ પ્રયત્નો કેન્દ્ર સરકારના સહયોગથી કરી રહ્યું છે.રાજકોટ જિલ્લાના વધુ બે વિધાર્થીઓ આજે વતન પરત આવ્યા હતા જો કે હજુ પણ 13 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે પરંતુ તમામ વિધાર્થીઓ સુરક્ષિત હોવાનો જિલ્લા વહીવટી વિભાગે દાવો કર્યો છે.આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ગોંડલની બંસી રામાણી તથા દેવાંશી દાફડા આજે તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યારે રાજકોટની જૈમીની વાઢેર ખોખડદડના ઉદય ખૂટ, રાણીપુર-નવાગામ ના ભાર્ગવ રંક અને શિવમ રંક, રાજકોટના અરાકાન ખતૂમ્બરા તથા હિમાંશુ કોટડીયા રોમાનીયા એરપોર્ટ પર પહોંચી ગયા છે, અને તેઓને સહી સલામત રીતે કેન્દ્ર સરકાર દ્વારા તેમના વતન મોકલવાની તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

રવિવારે વિધાર્થીઓની પ્રથમ બેચ પરત આવી

જ્યારે જસદણના રવિ રામાણી, ચિરાગ પટેલ, ઉપેન્દ્ર ઉપાધ્યાય, હાર્દિક વાજા, વિછીયાના દર્શન ઉમરાણીયા તથા હર્ષ સોની અને અનિશા સંધિ બોર્ડર ઉપર છે, જે ટૂંક સમયમાં જ રોમાનિયા પહોંચવાની શક્યતા છે.પ્રથમ બેચમાં રાજકોટ પરત ફરેલા વિદ્યાર્થીઓમાં ઓમ સંજીવ જાની, ક્રિસાંગ વિશ્વેશ મહેતા, જેન્સી સંજયકુમાર ભેટારીયા, ભવ્ય વિપુલભાઈ ચગ, ધારા વોરા(ગોંડલ) તેમજ હેપી ભલાણી રાજકોટ આવી પહોંચ્યા છે, જયારે દામિની રાઠોડ તેમના વતન જસદણ પહોંચી ગયેલ છે.વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સુખરૂપ ભારત વતન પરત ફરવા બદલ ભારત સરકાર અને તમામ પ્રશાસનનો આભાર માન્યો હતો.બાળકો જ્યારે પરત આવ્યા હતા ત્યારે હ્રદયસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગુજરાતના 584 જેટલા લોકો યુક્રેનમાં ફસાયેલા

ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા યુવાઓ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિમાં ત્યાં ફસાઈ ગયેલા છે.આ યુવાઓને તેમના વતન ગુજરાત પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે હાથ ધરેલા પ્રયાસો ફળદાયી રહ્યા છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર યુક્રેનમાં ફસાયેલા આ યુવાનોને સહીસલામત પરત લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી જયશંકરજી અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્ક અને સંકલનમાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો : Ahmedabad : સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઉત્તમ પ્રાદેશિક એરપોર્ટનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો : Junagadh : ભવનાથમાં શેરનાથ બાપુનો અનોખો સેવાયજ્ઞ, ભોજન અને રહેવાની વિના મૂલ્યે વ્યવસ્થા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">